ભીમ આર્મીના ચંદ્રશેખરે સૂર્ય કુમાર યાદવની જેમ બેટિંગ કરી, 23 બોલમાં 54 રન ફટકાર્યા, સાંસદે કર્યા ક્લીન બોલ્ડ

દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમમાં સાંસદો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. આ મેચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ટીબીને ખતમ કરવાના અભિયાનને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્પર્ધા રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ વચ્ચે રમાઈ હતી.

Written by Rakesh Parmar
December 15, 2024 18:37 IST
ભીમ આર્મીના ચંદ્રશેખરે સૂર્ય કુમાર યાદવની જેમ બેટિંગ કરી, 23 બોલમાં 54 રન ફટકાર્યા, સાંસદે કર્યા ક્લીન બોલ્ડ
ચંદ્રશેખર આઝાદ 54 રનના સ્કોર પર બીજેપી સાંસદ કમલેશ પાસવાન દ્વારા ક્લીન બોલ્ડ થયા હતા. (તસવીર: પ્રસાર ભારતી)

દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમમાં સાંસદો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. આ મેચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ટીબીને ખતમ કરવાના અભિયાનને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્પર્ધા રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લોકસભા અધ્યક્ષની ટીમનો વિજય થયો હતો. જો કે મેચ દરમિયાન ઘણા હળવા પળો પણ જોવા મળ્યા હતી. આ મેચમાં ભીમ આર્મી ચીફ અને નગીનાના લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદે સૂર્યકુમાર યાદવની જેમ બેટિંગ કરી હતી.

ભાજપના સાંસદ કમલેશ પાસવાને આઝાદને બોલ્ડ કર્યા

ચંદ્રશેખર આઝાદ લોકસભા સ્પીકરની ટીમ તરફથી રમતા હતા. ચંદ્રશેખર આઝાદ 54 રનના સ્કોર પર બીજેપી સાંસદ કમલેશ પાસવાન દ્વારા ક્લીન બોલ્ડ થયા હતા. પરંતુ આઝાદે પોતાની ટીમ વતી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

લોકસભા અધ્યક્ષની ટીમ જીતી

લોકસભા અધ્યક્ષની ટીમે 20 ઓવરમાં 251 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ટીમ વતી કેપ્ટન અનુરાગ ઠાકુરે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેમણે 65 બોલમાં 111 રન બનાવ્યા હતા જ્યારે ચંદ્રશેખર આઝાદ બીજા ટોપ સ્કોરર હતા.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું પ્રથમ વિસ્તરણ, કયા મંત્રીઓને સ્થાન મળ્યું, જુઓ સંપૂર્ણ યાદી

રાજ્યસભાના અધ્યક્ષની ટીમ હારી ગઈ

મનોજ તિવારીએ ટીમ માટે ઓપનિંગ કર્યું હતું. જો કે તે 6 બોલમાં 13 રન બનાવીને આઉટ થયા હતા. પીછો કરવા ઉતરેલી રાજ્યસભા અધ્યક્ષની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 178 રન જ બનાવી શકી હતી. આ રીતે લોકસભા અધ્યક્ષની ટીમનો 73 રને વિજય થયો હતો. રાજ્યસભા અધ્યક્ષની ટીમ વતી મોહમ્મદ અઝહરુદ્દીને 42 બોલમાં 74 રન બનાવ્યા હતા. રાજ્યસભા અધ્યક્ષની ટીમ વતી કમલેશ પાસવાને 26 રનની ઇનિંગ રમી હતી. જોકે તેમની ઇનિંગ્સ ઘણી ધીમી હતી. આ માટે તેમણેમ 25 બોલનો સામનો કર્યો હતો. જ્યારે સુધાકર 11 બોલમાં 27 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી રહ્યા હતા પરંતુ તે રિટાયર આઉટ થયા હતા.

જોકે, રાજ્યસભા અધ્યક્ષની ટીમ વતી કેટલાક લોકસભા સાંસદોએ રમત રમી હતી. તેનું કારણ એ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. આવી સ્થિતિમાં તે કોઈપણ ટીમ માટે રમી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ