દિવાળી કે છઠ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો આ મહત્વપૂર્ણ ટિપ્સનું પાલન કરવાનું ભૂલતા નહીં

તહેવારોની મોસમ દરમિયાન ટ્રેનોમાં ઘણીવાર ભીડ હોય છે, જેના કારણે બાળકો કે વૃદ્ધો સાથે મુસાફરી કરવી મુશ્કેલ બને છે. સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે અમે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી રહ્યા છીએ.

Written by Rakesh Parmar
October 16, 2025 21:57 IST
દિવાળી કે છઠ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો આ મહત્વપૂર્ણ ટિપ્સનું પાલન કરવાનું ભૂલતા નહીં
ટ્રેનમાં સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ટિપ્સ. (તસવીર: સોશિયલ મીડિયા)

દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. અન્ય શહેરોમાં રહેતા લોકો દિવાળી અને છઠ માટે ઘરે પહોંતવા માટે મુસાફરી કરે છે. જે લોકો ઘરથી દૂર કામ કરે છે તેઓ પણ દિવાળી અને છઠ માટે ઘરે પાછા ફરે છે. મોટાભાગના લોકો તહેવારો દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે ટ્રેન મુસાફરી સસ્તી અને સલામત બંને માનવામાં આવે છે. જોકે તહેવારોની મોસમ દરમિયાન ટ્રેનોમાં ઘણીવાર ભીડ હોય છે, જેના કારણે બાળકો કે વૃદ્ધો સાથે મુસાફરી કરવી મુશ્કેલ બને છે. સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે અમે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી રહ્યા છીએ.

ઘરેથી વહેલા નીકળો

ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં દિવાળી અને છઠ દરમિયાન ખૂબ ભીડ હોય છે. તેથી ટ્રેન સ્ટેશન પર ઉતાવળ ટાળવા માટે ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા બે કલાક પહેલા ઘરેથી નીકળો. વહેલા નીકળો તો તમે આરામથી સ્ટેશનમાં પ્રવેશ કરી શકશો.

કેબનો ઉપયોગ કરો

જો પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો તો સ્ટેશન સુધી પહોંચવા માટે કેબનો ઉપયોગ કરો. આ તમારી મુશ્કેલી ઘટાડશે અને સમયસર રેલવે સ્ટેશન પહોંચી શક્શો.

આ પણ વાંચો: દક્ષિણ ભારતના આ તીર્થસ્થળોના દર્શન કરાવશે IRCTC ની ભારત ગૌરવ ટ્રેન

ઓછામાં ઓછા સામાન સાથે મુસાફરી કરો

દિવાળી અને છઠ દરમિયાન ટ્રેનોમાં ખૂબ ભીડ હોય છે. તેથી ઓછામાં ઓછા સામાન સાથે મુસાફરી કરવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. બિનજરૂરી સામાન રાખવાનું ટાળો, કારણ કે ભીડમાં વધારાનો સામાન સંભાળવો મુશ્કેલ બની શકે છે.

ધીરજ રાખો અને ઉતાવળ કરવાનું ટાળો

સ્ટેશન પર અથવા ટ્રેનમાં ચઢતી વખતે અથવા ઉતરતી વખતે ઉતાવળ કરશો નહીં, ખાસ કરીને જ્યારે ટ્રેન ઉપડવાની હોય. આનાથી અકસ્માતો થઈ શકે છે. આરામદાયક કપડાં અને પગરખાં પહેરો જેથી ભીડમાં તમને અસ્વસ્થતા ન લાગે.

બાળકોનું ધ્યાન રાખો

જો તમે બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારા મોબાઇલ નંબર અને સરનામું તેમના ખિસ્સામાં લખો અને તેમને હંમેશા તમારી નજરમાં રાખો. જો તમને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ગભરાશો નહીં. ઊંડા શ્વાસ લો અને શક્ય હોય તો ઓછા ભીડવાળા વિસ્તારમાં જવાનો પ્રયાસ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ