પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી અને ગાઝા શાંતિ કરારની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું, “મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી અને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા બદલ અભિનંદન આપ્યા. વેપાર કરાર પર થયેલી સારી પ્રગતિની પણ સમીક્ષા કરી.” પીએમ મોદીએ કહ્યું કે બંને નેતાઓ સંપર્કમાં રહેશે.
હમાસ અને ઇઝરાયલ વચ્ચેના કરારની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં બંધાયેલા તમામ બંધકોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલ શાંતિ તરફ પહેલું પગલું ભરતા તેના સૈનિકોને એક નિશ્ચિત સરહદ પર પાછા ખેંચશે. આ પછી વિશ્વભરના નેતાઓએ શાંતિની આશા વ્યક્ત કરી અને ઇઝરાયલ અને હમાસને તેમની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા વિનંતી કરી.
નેતન્યાહૂના નેતૃત્વની પ્રશંસા કરવામાં આવી
પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂના મજબૂત નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમને આશા છે કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પહોંચાડવાથી તેમને રાહત મળશે અને કાયમી શાંતિનો માર્ગ મોકળો થશે.”