Brampton Temple Attack: ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું અને લોકોને માર માર્યો. આ હુમલાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને ભારતીય લોકો આવા હુમલા પ્રત્યે પોતોની તીખી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ હુમલા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે કેનેડામાં ભારતીય એમ્બેસીએ પણ આ હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની આકરી નિંદા કરી છે.
બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરતા પીએમ મોદીએ X પર લખ્યું- “હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે.”
વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત પોતાના નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત
આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે, ભારત કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈ “ખુબ જ ચિંતિત” છે. નિવેદન અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા કણધીર જાયસ્વાલે કહ્યું, અમે કાલે બ્રેમ્પટન, ઓંટારિયામાં હિન્દુ સભા મંદિરોમાં ચરમપંથીઓ અને અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરીએ છીએ. અમે કેનેડાની સરકાર પાસે સુનિશ્ચિત કરવાનું આહ્વાન કરીએ છીએ કે તમામ પુજા સ્થળોને આવા હુમલાઓથી બચાવવામાં આવે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે કયાં 5 મુદ્દા પર લડી રાષ્ટ્રપતિની ચૂંટણી, પરિણામ પર થશે સીધી અસર
વિદેશ મંત્રાલયે કહ્યું કે,”અમે એવી પણ આશા રાખીએ છીએ કે હિંસામાં સામેલ લોકો પર કેસ ચલાવવામાં આવે. અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા ને ખુબ જ ચિંતિત છીએ. ભારતીયો અને કેનેડિયન નાગરિકોને સમાન રૂપે સેવાઓ પ્રદાન કરવા માટે અમારા વાણિજ્ય દુતાવાસના અધિકારીઓના પગલા ધમકી, ઉત્પીડન અને હિંસાથી ડગશે નહીં.”
તમને જણાવી દઈએ કે, ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા પ્રદર્શનકારીઓની મંદિરમાં હાજર લોકો સાથે ઝડપ થઈ ગઈ હતી. જેના પછી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે પ્રત્યેક કેનેડિયન નાગરિકને પોતાના ધર્મની સ્વતંત્રતાપૂર્વક અને સુરક્ષિત રીતે પાલન કરવાનો અધિકાર છે. ડેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ખબર અનુસાર, પીલ ક્ષેત્રીય પોલીસે રવિવારે જણાવ્યું કે, બ્રેમ્પટનના એક મંદિરની પાસે વિરોધ પ્રદર્શન થયુ અને સોશિયલ મીડિયામાં પ્રસારિત ઘટનાના કેટલાક અસ્પષ્ટ વીડિયોમાં પ્રદર્શનકારી ખાલિસ્તાનના સમર્થનમાં બેનલ હાથમાં લીધેલા નજર આવ્યા હતા.





