Maharashtra Assembly Elections Result: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત ફરી રહી છે. રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષોની જંગી જીત પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે X પર પોસ્ટ કર્યું NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના અમારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર… હું લોકોને ખાતરી આપું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખશે…”
ઝારખંડ ચૂંટણી પરિણામો પર PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું? – પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું, “હું ઝારખંડના લોકોનો અમારા તરફના સમર્થન માટે આભાર માનું છું. અમે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનને રાજ્યમાં તેમના પ્રદર્શન માટે પણ અભિનંદન આપું છું.