PM મોદીને કુવૈતમાં સર્વોચ્ચ સન્માન મળ્યું, વડાપ્રધાનને ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત

kuwait visit of PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે. PM મોદીના કુવૈત પ્રવાસના છેલ્લા દિવસે તેમને ત્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુવૈતે પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે.

Written by Rakesh Parmar
December 22, 2024 17:08 IST
PM મોદીને કુવૈતમાં સર્વોચ્ચ સન્માન મળ્યું, વડાપ્રધાનને ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત
પીએમ મોદીને કુવૈત પ્રવાસનું નિમંત્રણ ત્યાંના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું હતું. (X: @narendramodi)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે છે. PM મોદીના કુવૈત પ્રવાસના છેલ્લા દિવસે તેમને ત્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુવૈતે પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને કોઈપણ દેશમાંથી આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. તમને જણાવી દઈએ કે કુવૈતનું સર્વોચ્ચ સન્માન વિદેશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને શાહી પરિવારના સભ્યોને આપવામાં આવે છે.

પીએમ ગલ્ફ દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે

કુવૈતે તેનું સર્વોચ્ચ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશને પણ આપ્યું છે. પીએમ મોદી ખાડી દેશો સાથે સંબંધોને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે. PM મોદીએ કુવૈતના વડા પ્રધાન અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ-જાબેર અલ-સબાહ સાથે મુલાકાત કરી હતી. તેમની બેઠક દરમિયાન વિષેષ રૂપે વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે ભાગીદારી ચાલુ રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીને કુવૈત પ્રવાસનું નિમંત્રણ ત્યાંના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું હતું. પીએમ મોદી 21 ડિસેમ્બરે કુવૈત પહોંચ્યા હતા. છેલ્લા 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. PM મોદીએ શનિવારે ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કર્યા હતા. આ સિવાય પીએમ મોદીએ એક લેબર કેમ્પની પણ મુલાકાત લીધી હતી.

કુવૈત સરકારે સ્થાપના કરી હતી

કુવૈતના સર્વોચ્ચ સન્માનની સ્થાપના કુવૈત સરકાર દ્વારા 16 જુલાઈ 1974ના રોજ કરવામાં આવી હતી. કુવૈતના શેખ ગણાતા મુબારક અલ સબાહની યાદમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. મુબારક અલ સબાહે 1897માં ઓટ્ટોમન સામ્રાજ્યથી અલગ સ્વતંત્ર દેશ તરીકે કુવૈતની સ્થાપના કરી.

આ પણ વાંચો: ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો

અમીર શેખ મેશાલને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “કુવૈતના મહામહિમ અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ જાબેર અલ સબાહ સાથે અદ્ભુત મુલાકાત થઈ. ફાર્માસ્યુટિકલ્સ, આઈટી, ફિનટેક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા થઈ હતી. બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને અનુરૂપ, અમે અમારી ભાગીદારીને વ્યૂહાત્મક સ્તરે ઉન્નત કરી છે અને મને આશા છે કે અમારી મિત્રતા આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ