PM મોદીના એક ફોન પર અટક્યા પુતિન, નહીં તો રશિયા-યૂક્રેન યુદ્ધમાં થતો પરમાણું બોમ્બનો ઉપીયોગ

વ્લાડિસ્લાવ ટેઓફિલ બાર્ટોસેવ્સ્કીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ગત વર્ષે પીએમ મોદીની વારસા યાત્રા ખુબ જ સારી સાબિત થઈ હતી. તેમણે જ પુતિનને મનાવ્યા હતા કે તેઓ પરમાણું હથિયારોનો ઉપીયોગ ન કરે.

Written by Rakesh Parmar
Updated : March 17, 2025 17:35 IST
PM મોદીના એક ફોન પર અટક્યા પુતિન, નહીં તો રશિયા-યૂક્રેન યુદ્ધમાં થતો પરમાણું બોમ્બનો ઉપીયોગ
પીએમ મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધના શરૂઆતના દિવસોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત તકી હતી. (તસવીર: @narendramodi/X)

Modi-Putin Talk: પીએમ નરેન્દ્ર મોદીને લઈ પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી વ્લાડિસ્લાવ ટેઓફિલ બાર્ટોસેવ્સ્કીએ એક મોટો દાવો કર્યો છે. ન્યૂઝ 18 ઈન્ડયાને આપેલા ઈન્ટરવ્યૂમાં પોલેન્ડના મિનિસ્ટરે દાવો કર્યો છે કે, પીએમ મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધના શરૂઆતના દિવસોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત તકી હતી. તે વાતચીતમાં પીએમ મોદીએ પુતિનને પરમાણું હથિયારોનો ઉપીયોગ ન કરવા માટે જણાવ્યું હતું. તેના પછી જ પુતિને પોતાને રોક્યા હતા.

પોલેન્ડના મિનિસ્ટરે શું કહ્યુ્?

વ્લાડિસ્લાવ ટેઓફિલ બાર્ટોસેવ્સ્કીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ગત વર્ષે પીએમ મોદીની વારસા યાત્રા ખુબ જ સારી સાબિત થઈ હતી. તેમણે જ પુતિનને મનાવ્યા હતા કે તેઓ પરમાણું હથિયારોનો ઉપીયોગ ન કરે. અમે જોર આપીને કહીએ છીએ કે યૂક્રેનમાં શાતિ જરૂરથી છે, કોઈ પણ યુદ્ધ ઈચ્છતું નથી. હવે પોલેન્ડના મંત્રીનું આ નિવેદન ખુબ જ મહત્ત્વ રાખે છે કારણ કે પીએમ મોદી ઘણી વખત કહી ચુક્યા છે કે રશિયા-યૂક્રેન યુદ્ધમાં તેમની પોઝીશન ન્યૂટ્રલ નથી. તેઓ શાંતિ માટે ઉભા છે.

પીએમ મોદીએ શું કહ્યું હતું?

અગાઉ તેમના પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શોધી શકાતો નથી; રશિયા અને યુક્રેનને વાટાઘાટોના ટેબલ પર આવવું પડશે. ત્યારે પીએમ મોદીએ યુક્રેન અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ઝેલેન્સકીને પણ કહી શકું છું કે ભાઈ, તમારી સાથે ગમે તેટલા સાથીઓ આવે પણ યુદ્ધના મેદાનમાં ક્યારેય ઉકેલ મળવાનો નથી. બંને દેશો સાથે મળીને વાત કરશે ત્યારે જ ઉકેલ આવશે.

આ પણ વાંચો: બલુચિસ્તાન ચળવળનો સૌથી મોટો ચહેરો મહરંગ બલોચ કોણ છે? જેણે પાકિસ્તાનને ભણાવ્યો પાઠ

ગુજરાત રમખાણો પર મોદીએ વાત કરી

જોકે પીએમ મોદીએ તેમના પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં અન્ય ઘણા મુદ્દાઓ વિશે પણ વાત કરી છે. ઘણા વર્ષો પછી તેમણે ગુજરાત રમખાણો વિશે પણ વિગતવાર વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના બધા માટે દુઃખદ છે અને બધા શાંતિ પ્રેમ કરે છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અમે બજેટ સત્ર માટે વિધાનસભામાં બેઠા હતા અને તે મારો ફક્ત ત્રીજો દિવસ હતો. એવી છાપ ઉભી થઈ છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો રમખાણ હતો, જે ખોટી માહિતી છે.

જો આપણે 2002 પહેલાના ડેટાની સમીક્ષા કરીએ તો ગુજરાતમાં સતત રમખાણો થયા છે. ક્યાંક ને ક્યાંક, સતત કર્ફ્યુ લાદવામાં આવ્યો. અહીં પતંગ ઉડાડવા કે સાયકલની નાની અથડામણ જેવી નાની નાની બાબતો પર પણ હિંસા ફાટી નીકળતી. 2002 પહેલા ગુજરાતમાં 250 થી વધુ મોટા રમખાણો થયા હતા. 1969માં રમખાણો લગભગ 6 મહિના સુધી ચાલુ રહ્યા. તેથી અહીં રમખાણોનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ