/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/HIV-positive-Wife.jpg)
પત્વી HIV સંક્રમિત હતી અને પતિને પણ સંક્રમિત કરવા માંગતી હતી. (Photo: Freepik)
રાજસ્થાનના જોધપુરમાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાંથી જાણકારી મળી છે કે એક મહિલા પોતાના પતિ સાથે કોન્ડમ વિના શારિરીક સંબંધ બનાવવા માંગતી હતી. જ્યારે તે મહિલા પહેલાથી જ HIV સંક્રમિત હતી. જાણકારી અનુસાર, મહિલા પોતાના પતિને HIV સંક્રમિત કરવા માંગતી હતી. આ કારણે જ તે તેની સાથે કોન્ડોમ વિના જ સંબંધ બનાવવા માંગતી હતી. જોકે પતિને આ વાતની શંકા ગઈ તો તેને મામલાની તપાસ કરી તો સંપૂર્ણી કહાણી સામે આવી હતી.
આ મામલો જોધપુર શહેરના માતા કા થાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં પતિએ પોતાની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિત પતિ તરફથી કહેવામાં આવ્યું છે કે, મહિલા તેની સાથે સંબંધ બનાવવા દરમિયાન કોન્ડોમનો ઉપીયોગ કરવા માંગતી ન હતી. તે વારંવાર આવું કરી રહી હતી. જેના પછી પતિને થોડી શંકા ગઈ પરંતુ જ્યારે પતિ સામે પત્નીનું સત્ય ઉજાગર થઇ ગયુંતો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની તેની સાથે સંબંધ બનાવીને તેને પણ HIV સંક્રમિત કરવા માંગે છે.
આ પણ વાંચો : દુલ્હા દુલ્હને સુહાગરાતનો બેડરૂમ વીડિયો શેર કર્યો, Viral Video જોઇ લોકો ભડક્યા
આ સાથે જ પીડિત પતિએ એ પણ જણાવ્યું કે, આરોપી મહિલાને અવૈધ સંબંધોના કારણે HIV વર્ષ 2023માં જ થઈ ગયો હતો. જેના કારણે મહિલાની સગાઈ ઘણી જગ્યાએથી તુટી ગઈ હતી. જે બાદ પીડિત યુવક સાથે પહેલા તો સગાઈ થઇ અને બાદમાં છોકરીના પરિવારજનોએ દબાણ કરી તાત્કાલિક લગ્ન પણ કરાવી દીધા હતા. આ વર્ષે જ જુલાઈમાં બંનેના લગ્ન થયા હતા. ત્યારથી જ મહિલા પોતાના પતિ સાથે કોન્ડોમ વિના શારિરીક સંબંધ બનાવવા દબાણ કરી રહી હતી. જેથી તેના પતિને પણ HIV થાય અને મહિલને નહીં પણ પતિને બદનામ કરી શકાય. અને મહિલા સંપૂર્ણ રીતે બદનામીથી બચી જાય.
મહિલાના પૂર્વ પ્રેમીએ ભાંડો ફોડ્યો
પીડિત વ્યક્તિને મહિલા વિશે શંકા ગઈ તો તેણે પહેલા તો તપાસ કરાવવાથી ઈન્કાર કર્યો પરંતુ જ્યારે પતિએ વધુ દબાણ કર્યું ત્યારે તપાસ થઈ અને તે બાદ જાણકારી મળી કે મહિલા HIV પોઝિટિવ છે. પીડિત પતિએ જણાવ્યું કે મહિલાના ફોનમાંથી એક વ્યક્તિનો નંબર મળ્યો હતો. જેની સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે તેની પત્ની એઈડ્સથી પીડિત છે.
પતિ જ્યારે મહિલા પર મેડિકલ તપાસ માટે દબાણ કરી રહ્યો હતો તો તે દરમિયાન તેણે પોતાના પરિવારજનોને પણ બોલાવી લીધા હતા. તેની એક બહેન જોધપુરમાં જ સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરે છે. પછી મહિલાના પરિવારજનો બંનેની તપાસ માટે રાજી થયા. પરંતુ જ્યારે તપાસ થઈ તો માત્ર મહિલા જ પોઝિટિવ નિકળી. જાણકારી અનુસાર, તપાસ રિપોર્ટ આવ્યા બાદ મહિલા પોતાની બહેન સાથે પતિના ઘરે આવી અને પોતાનો તમામ સામાન લઈને ચાલી ગઈ. જોકે થોડા સમય બાદ જ્યારે પીડિતના પરિવારજનોએ ઘરની તિજોરીમાં જોયું તો લગ્નમાં આપવામાં આવેલા દાગના ગાયબ હતા. એટલે કે મહિલા દાગીના લઈને ફરાર થઈ ગઈ.
પીડિત પતિએ તેને લઈ માતા કા થાના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે કોર્ટના આદેશ પર પત્ની, તેના પિતા અને બહેનને આરોપી બનાવીને રિપોર્ટ નોંધી છે. જોકે પોલીસે આ મામલે કંઈ પણ બોલવાથી ઇન્કાર કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us