પ્રવાસી ભારતીય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

Pravasi Bharatiya Divas 2026 : પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ તરીકે ઉજવવામાં આવે છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે

Pravasi Bharatiya Divas 2026 : પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ તરીકે ઉજવવામાં આવે છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે

author-image
Ashish Goyal
New Update
pravasi bharatiya divas 2026

Pravasi Bharatiya Divas 2026 : પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ તરીકે ઉજવવામાં આવે છે.

Pravasi Bharatiya Divas 2026 : પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર આ પ્રસંગે પ્રવાસી ભારતીયોના સન્માનમાં એક વિશાળ સંમેલનનું આયોજન કરે છે. પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન એ ભારત સરકારનો એક પ્રમુખ કાર્યક્રમ છે, જે ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા અને તેમને એકબીજા સાથે વાતચીત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રવાસી દિવસ પર તે ભારતીયોનું સન્માન કરવામાં આવે છે જેમણે પોત-પોતાના ક્ષેત્રમાં વિદેશમાં વિશેષ ઉપલબ્ધિઓ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

Advertisment

પ્રવાસી ભારતીય દિવસ ઇતિહાસ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીજીના ભારત આગમનની યાદમાં 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003થી કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2015માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને દર બે વર્ષે તેની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - I-PAC ઓફિસમાં ઇડીના દરોડા દરમિયાન મમતા બેનર્જી ગ્રીન ફાઇલ લઇ ગયા, જાણો તેમાં શું હતું?

Advertisment

વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2003થી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ ભારતને વિદેશમાં રહેતા તેના વિશાળ સમુદાય સાથે જોડવાનો અને તેમના જ્ઞાન, કુશળતા અને કૌશલ્યને એક સમાન મંચ પર લાવવાનો છે.

ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે

ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે. વિદેશી ભારતીય સમુદાય એટલે કે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા 2.5 કરોડથી વધારે હોવાનો અંદાજ છે. 

આજના દિવસનો ઇતિહાસ દેશ