રાહુલ ગાંધીનો દાવો- હરિયાણા ચૂંટણીમાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, પરંતુ તે કોણ છે?

રાહુલે દાવો કર્યો હતો કે આ મહિલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિવિધ મતદાન મથકો પર 22 વાર મતદાન કર્યું હતું, જેમાં સીમા અને સ્વીટી રશ્મિ જેવા અલગ અલગ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Written by Rakesh Parmar
November 05, 2025 20:14 IST
રાહુલ ગાંધીનો દાવો- હરિયાણા ચૂંટણીમાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, પરંતુ તે કોણ છે?
રાહુલે દાવો કર્યો હતો કે આ મહિલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિવિધ મતદાન મથકો પર 22 વાર મતદાન કર્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ગયા વર્ષે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગોટાળા થયા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મોડેલનો ફોટો બતાવ્યો અને દાવો કર્યો કે તેણીએ હરિયાણા ચૂંટણીમાં 22 વાર મતદાન કર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી સ્ક્રીન પર એક ફોટો બતાવ્યો અને દાવો કર્યો કે તે બ્રાઝિલિયન મોડેલનો છે. તેમણે હાજર પત્રકારોને પૂછ્યું કે શું તેઓ તે મહિલાને ઓળખે છે. તેમણે પ્રશ્ન કર્યો કે તે કોણ છે, તેની ઉંમર અને તેનું નામ શું છે?

25 લાખ નકલી મતદારોનો દાવો

રાહુલે દાવો કર્યો હતો કે આ મહિલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિવિધ મતદાન મથકો પર 22 વાર મતદાન કર્યું હતું, જેમાં સીમા અને સ્વીટી રશ્મિ જેવા અલગ અલગ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ઘટના ફક્ત એક ઉદાહરણ છે અને હરિયાણાની મતદાર યાદીમાં ઓછામાં ઓછા 25 લાખ નકલી મતદારો છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત હતો પરંતુ તેને હારમાં ફેરવી નાખવામાં આવ્યો. ચૂંટણી પંચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ પણ વાંચો: હરિયાણામાં 25 લાખ નકલી મતો દ્વારા ચોરી, 3.5 લાખ મતદારોના નામ હટાવાયા: રાહુલ ગાંધી 

કિરણ રિજિજુએ રાહુલના દાવાઓનો વિરોધ કરતા કહ્યું કે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ ગુપ્ત રીતે કંબોડિયા અને થાઇલેન્ડ ભાગી જાય છે. બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાv તેઓ કોલંબિયા ગયા હતા.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે: આ મોડેલ કોણ છે? આ મોડેલના બે ફોટોગ્રાફ્સ 2017 માં બ્રાઝિલના ફોટોગ્રાફર મેથ્યુસ ફેરેરો દ્વારા લેવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સ અનસ્પ્લેશ અને પેક્સેલ્સ જેવી વિવિધ સ્ટોક ઇમેજ સાઇટ્સ પર ઉપલબ્ધ છે. એક એ જ છે જેનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો, જ્યારે બીજામાં મોડેલ ડેનિમ જેકેટ અને સફેદ ટી-શર્ટ પહેરેલી દેખાય છે.

આ ફોટો ઘણા ફેસબુક એકાઉન્ટ્સ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે ઉપયોગમાં લેવાયો છે પરંતુ તે સ્પષ્ટ નથી કે આ મહિલા કોણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ