ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું - પીએમ મોદી પોતાનું ભવિષ્ય બચાવવા માટે અમેરિકા સામે ઝુક્યા

Rahul Gandhi on PM Modi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભોપાલમાં એક જનસભાને સંબોધિત કરતા અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા

Rahul Gandhi on PM Modi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભોપાલમાં એક જનસભાને સંબોધિત કરતા અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા

author-image
Ashish Goyal
New Update
Rahul Gandhi

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભોપાલમાં એક જનસભા સંબોધી હતી Photograph: (સોશિયલ મીડિયા)

Rahul Gandhi on PM Modi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભોપાલમાં એક જનસભાને સંબોધિત કરતા અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે તેઓ ભારત-અમેરિકા ટ્રેડ ડિલ રદ કરીને બતાવે. તેઓ કરી શકશે નહીં.

Advertisment

તેમણે કહ્યું કે હું તમને જણાવી રહ્યો છું કે તે આવું ન કરી શકે કારણ કે તેમના પર અમેરિકા અને ટ્રમ્પનું દબાણ છે. કારણ કે એપસ્ટીનની ધમકી આપવામાં આવી છે અને અદાણીનો ક્રિમિનલ કેસ તેમના માથા પર લટકી રહ્યો છે. હિન્દુસ્તાનને દગો આપવામાં આવ્યો છે, આ સત્ય છે. 

'ભારતના ડેટા વગર અમેરિકા ચીન સાથે સ્પર્ધા કરી શકે નહીં'

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે માત્ર ખેડૂતો જ નહીં, 21મી સદીમાં સૌથી મહત્વની બાબત ડેટા છે. જેની પાસે ડેટા હશે તે જીતશે. જેમની પાસે ડેટા નથી તેઓ ખતમ થઇ જશે. 

તેમણે કહ્યું કે ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ ડેટા છે. સૌથી વધુ વસ્તી છે, અહીં સૌથી વધુ ડેટા બનાવવામાં આવે છે, ચીન બીજા નંબર પર છે. હિન્દુસ્તાનના ડેટા વિના અમેરિકા ચીન સાથે સ્પર્ધા કરી શકે નહીં. આ ડીલમાં પીએમ મોદીએ ભારતના તમામ ડેટા અમેરિકાને સોંપી દીધા છે. ખેડૂતોને બરબાદ કર્યા, ભારતના ડેટા આપ્યા, ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો.

Advertisment

'અમેરિકા બાંગ્લાદેશી કાપડ પર ઝીરો ટેરિફ લગાવશે'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમેરિકા કહે છે કે અમે બાંગ્લાદેશની મદદ કરીશું. અમે કાપડ પર શૂન્ય ટેરિફ લાદીશું. ભારતના મંત્રીનું કહેવું છે કે જો ભારત અમેરિકા પાસેથી કપાસ ખરીદશે તો આપણા ઉપર પર ટેક્સ શૂન્ય થઈ જશે. આપણે અમેરિકાથી કપાસ ખરીદતા નથી, અહીં કપાસ ઉગાડવામાં આવે છે. આપણો આખો કપાસ ઉદ્યોગ નાશ પામશે. 

અમેરિકન માલની ખરીદી ઉપર પણ સવાલો કર્યા

તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો છે કે દર વર્ષે ભારત અમેરિકા પાસેથી નવ લાખ કરોડ રૂપિયાનો માલ ખરીદશે. આપણા ઉદ્યોગનું શું થશે? પીએમ મોદીએ દબાણમાં આવીને બધું જ આપી દીધું. હવે આપણે પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવીશું. આપણને કોઈ આયાતની બાંયધરી આપી નથી. પીએમ મોદીએ અમેરિકાને બધું વેચી દીધું. જો તેઓ દબાણમાં ન હોત, તો તેઓએ તે કર્યું ન હોત. તેમણે પોતાની છબી બચાવવા અને પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા માટે આ કર્યું છે. તે બચી શકાતા નથી, કોઈ શક્તિ તેમને બચાવી શકશે નહીં.

આ પણ વાંચો - કેરલનું નામ ‘કેરલમ’ કરવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ કરાશે

નિશિકાંત દુબેએ વળતો પ્રહાર કર્યો

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે કોંગ્રેસ પોતે સમાધાન કરી રહી છે. તેમણે પૂછ્યું કે ગાંધી પરિવારની આવકનો સ્ત્રોત શું છે? આ લોકો દરરોજ ટ્રાવેલ કરે છે, તેમના ટ્રાવેલ માટે કોણ ચૂકવણી કરે છે? જો સેમ પિત્રોડા પૈસા ચૂકવે છે, જો ફાઉન્ડેશન ચૂકવે છે. જો ફાઉન્ડેશન ચૂકવણી કરે છે, તો તમે કોમ્પ્રોમાઇજ્ડ છે.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ક્યારેક ચૂંટણી પંચ, સેના, લોકશાહી, લોકસભા અને અગ્નિવીરો પર સવાલ ઉઠાવે છે. શું તમે ક્યારેય આ દેશમાં સેના પર કોઈ ચર્ચા જોઈ છે? પરંતુ તેઓ દરરોજ તેની ચર્ચા કરે છે. 2014માં અમે સત્તામાં આવ્યા તે પહેલાં કેગે અહેવાલ આપ્યો હતો કે ભારતીય સેના પાસે 4 દિવસ માટે પણ દારૂગોળાની અછત છે. શું અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો? અમે પ્રધાનમંત્રીને રૂબરૂ મળતા ત્યારે અમે આ વિષયો પર ચર્ચા કરતા હતા. તેઓ દેશને બરબાદ કરવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી પોતાની અંતિમ લડાઈ લડી રહી છે.

નરેન્દ્ર મોદી અમેરિકા દેશ રાહુલ ગાંધી