ભારતમાં આવી રહી છે વંદે ભારતથી પણ ફાસ્ટ ટ્રેન, ICF માં થઈ રહ્યું છે નિર્માણ, રેલ મંત્રીએ લોકસભામાં આપી જાણકારી

Indian Railways News: નવી ટ્રેનનો ઉલ્લેખ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો છે તેની ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ વંદે ભારતથી પણ ફાસ્ટ છે.

Written by Rakesh Parmar
November 27, 2024 20:26 IST
ભારતમાં આવી રહી છે વંદે ભારતથી પણ ફાસ્ટ ટ્રેન, ICF માં થઈ રહ્યું છે નિર્માણ, રેલ મંત્રીએ લોકસભામાં આપી જાણકારી
જે નવી ટ્રેનનો ઉલ્લેખ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો છે તેની ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. (તસવીર: વીડિયો ગ્રેબ, IRCTCofficial/X)

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેન સાથે જોડાયેલી માહિતી આપી છે. તેમણે બુધવારે સંસદમાં જણાવ્યુ કે, ઈંટીગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈમાં બીઈએમએલની સાથે મળીને હાઈ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન બનાવાઈ રહી છે. તેની સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક હશે. અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત વંદે ભારત ટ્રેનોની સફળતા બાદ ભારતીય રેલ્વે એ હવે હાઈ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન બનાવવાનું શરૂ કરી દીધુ છે.

વંદે ભારતથી પણ વધારે સ્પીડ?

વંદે ભારત એક સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે, જેણે 2019માં લોન્ચ કરવામાં આવી હતી. તેની વધુમાં વધુ સ્પીડ 160 થી 180 કિલોમીટર પ્રતિ કલાક છે. જે નવી ટ્રેનનો ઉલ્લેખ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો છે તેની ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ વંદે ભારતથી પણ ફાસ્ટ છે. સંસદમાં બીજેપી સાંસદ સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આફતા રેલ મંત્રીએ કહ્યું કે નિર્માણનો ખર્ચ 28 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો? કોર્ટે તમામ પક્ષોને નોટીસ મોકલી

રેલ મંત્રીએ જાપાનની સાથે તકનીકી અને નાણાકીય સહાયતાની મદદથી ચલાવવામાં આવી રહેલ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર) પરિયોજના પર તાજા જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ પરિયોજના અંતર્ગત અત્યાર સુધીમાં 336 કિલોમીટર પિયર ફાઉન્ડેશન, 331 કિલોમીટર પિયર નિર્માણ, 260 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ અને 225 કિલોમીટર ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થઈ ગયું છે.

વંદે ભારતની સ્પીડને લઈ ઉઠ્યા સવાલ

એક આરટીઆઈના સવાલના જવાબમાં રેલ્વે મંત્રાલયે કહ્યું કે વર્ષ 2020-21 માં ભારત ટ્રેનની સરેરાશ ગતિ 82.48 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ વર્ષ 2023-24 માં આ વંદે ભારત ટ્રેનની સરેરાશ ગતિ 76.25 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. તેને લઈ રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે, વંદે ભારત જ નહીં પરંતુ દેશમાં ચાલતી ઘણી ટ્રેનોની સ્પીડમાં તેવી જગ્યાઓ પર ઘટાડો થયો છે જ્યાં મોટા પાયે નાનામોટા કામો ચાલી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ