રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તેમના તાજેતરના નિવેદન પર ઝાટકણી કાઢી છે. રાજનાથ સિંહે કહ્યું, “અસીમ મુનીરના મતે, ભારતનું અર્થતંત્ર હાઇવે પર દોડતી મર્સિડીઝ અને ફેરારી જેવું છે જ્યારે પાકિસ્તાનનું અર્થતંત્ર કાંકરી ભરેલા ડમ્પ ટ્રક જેવું છે, જો ટ્રક કાર સાથે અથડાય તો નુકસાન કોને થશે?”
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ નિવેદન માટે પાકિસ્તાનના આર્મી ચીફને માત્ર તેમના દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ટ્રોલ કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રીએ કહ્યું, “બે દેશોને એક જ સમયે આઝાદી મળી અને એક દેશે સખત મહેનત, યોગ્ય નીતિઓ અને દૂરંદેશીથી ફેરારી જેવી અર્થવ્યવસ્થા બનાવી અને બીજો દેશ હજુ પણ ડમ્પરની સ્થિતિમાં છે, તો તે તેની પોતાની નિષ્ફળતા છે. હું અસીમ મુનીરના આ નિવેદનને તેમનું કબૂલાત માનું છું.”
આ પણ વાંચો: ધૂમ્રપાન છોડવા માટે સરળ પદ્ધતિ… નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી લહિત અલગ-અલગ રીતો
રાજનાથ સિંહે કહ્યું, “હું અસીમ મુનીરના નિવેદનને ફક્ત ટ્રોલ કરવા લાયક નથી માનતો… આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન કોણ ચલાવી રહ્યું છે, જો આપણે આ ગંભીર ચેતવણી પાછળના સંદેશ પર ધ્યાન નહીં આપીએ, તો તે આપણા માટે ચિંતાનો વિષય બની શકે છે અને હા, જો આપણે તેના પર ધ્યાન આપીએ અને તેની તૈયારી કરીએ, તો ભારત આવી ચેતવણીઓનો યોગ્ય જવાબ આપવા સક્ષમ છે.”





