રેલ્વે સ્ટેશનના ફૂડ સ્ટોલમાં ઉંદરો, વાયરલ વીડિયો જોયા પછી તમે કંઈપણ ખાતા પહેલા 100 વાર વિચારશો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂડ સ્ટોલમાં કાચની અંદર ઉંદર જોઈ શકાય છે, ત્યાં ખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા છે, ઉંદર તેના પર ફરતા અને ખાઈ રહ્યા છે.

Written by Rakesh Parmar
September 11, 2025 16:07 IST
રેલ્વે સ્ટેશનના ફૂડ સ્ટોલમાં ઉંદરો, વાયરલ વીડિયો જોયા પછી તમે કંઈપણ ખાતા પહેલા 100 વાર વિચારશો
કોલકાતા સિયાલદહ સ્ટેશનના ફૂડ સ્ટોલમાં ઉંદરોનો વીડિયો. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

Viral Video: કોલકાતા રેલ્વે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારું મગજ ચકરાઈ જશે. દરરોજ હજારો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, તો પણ તેઓ સ્ટેશન પરથી ખાદ્ય પદાર્થો લઈને ખાય છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો જોયા પછી, લોકો સ્ટેશન પર ખાતા પહેલા 100 વાર વિચારશે. લોકો પહેલાથી જ ટ્રેનમાં મળતા ખોરાક પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જોકે આ વખતે મામલો ટ્રેનમાં મળતા ખોરાકનો નથી પરંતુ કોલકાતાના સિયાલદહ સ્ટેશનના ફૂડ સ્ટોલનો છે.

buzzpedia.in ની ઇન્સ્ટા પોસ્ટ મુજબ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂડ સ્ટોલમાં કાચની અંદર ઉંદર જોઈ શકાય છે, ત્યાં ખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા છે, ઉંદર તેના પર ફરતા અને ખાઈ રહ્યા છે. હવે જે કોઈ આવો ખોરાક ખાય છે તે બીમાર પડી શકે છે. વીડિયો જોયા પછી લોકો ગુસ્સામાં ભડકી ઉઠ્યા છે.

કોલકાતાના સિયાલદાહ રેલ્વે સ્ટેશનના એક વાયરલ વીડિયોમાં એક ફૂડ સ્ટોલ પર કાચના ફૂડ ડિસ્પ્લેમાં ઉંદર ફરતા જોવા મળે છે અને કથિત રીતે ત્યાં રાખેલ ખોરાક ખાઈ રહ્યા છે. આ ઘટનાથી ચેપનો ભય અને મુસાફરોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે ચિંતાઓ ઉભી થઈ છે. સોશિયલ મીડિયા પર ટીકા શરૂ થઈ ગઈ છે, જેમાં રેલ્વેના ફૂડ સેફ્ટી ધોરણો અને ઘટના પ્રત્યેના પ્રતિભાવ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

રેલ્વેએ જવાબ આપ્યો કે ફરિયાદ પહેલાથી જ મળી ગઈ છે અને સ્ટોલ માલિકને દંડ ફટકારવામાં આવ્યો છે, વીડિયોની સત્યતાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ત્યાં જ યુઝર્સ સવાલો ઉઠાવી રહ્યા છી કે રેલ્વે ફૂડ સ્ટોલ પર કડક સ્વચ્છતા નિરીક્ષણ લાગુ કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ