હરિયાણામાં સરકાર બનાવવાની આશામાં બેસેલી કોંગ્રેસ પાર્ટીની હાર અને દસ વર્ષ બાદ પણ સત્તાથી દૂર રહેવા પર ઘણા પ્રકારની રાજનૈતિક ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પણ કોંગ્રેસ પર વ્યંગ કર્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું,”ડાયનાસોર પરત આવી શકે છે પરંતુ કોંગ્રેસ પાર્ટી બિલકુલ ના આવી શકે”. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ તેને લઈ પોસ્ટ કરી છે.
રવનીત કૌર બિટ્ટુ પોતે પહેલા કોંગ્રેસમાં જ હતા. આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈ ગયા હતા. બીજેપીએ તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. જોકે તેઓ હારી ગયા. તે છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા. તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા છે. રવનીત બિટ્ટુએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તામાં આવશે નહીં. તેમણે થોડા દિવસો પહેલા અમેરિકામાં સિખોની પાઘડીને લઈ રાહુલ ગાંધીના નિવેદનને લઈ તીખી નિંદા કરી હતી.
નવનીત સિંહે બીજાને સલાહ આપવાને લઈ કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ પોતાની અંદર જ સલાહ આપવી જોઈએ. તેમણે પોતાના નેતા રાહુલ ગાંધીના નિવેદનો જોવા જોઈએ. બિટ્ટુએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં નહીં આવે.
આ પણ વાંચો – ભાજપનું મુસ્લિમ કાર્ડ નકાર્યું, કોંગ્રેસનું ‘હિંદુત્વ’ પણ ફગાવ્યું
હરિયાણામાં આ વખતે બીજેપી ત્રીજી વખત સત્તામાં આવી છે. પાર્ટીને વિધાનસભામાં 90માંથી 48 બેઠકો પર સફળતા મળી છે. કોંગ્રેસ પાર્ટીને માત્ર 35 બેઠકો પર જ જીત મળી છે. બીજેપી આ વખતે પૂર્ણ બહુત સાથે પોતાની સરકાર બનાવશે. નાયબસિંહ સૈનીના નેતૃત્વમાં પાર્ટીને મળેલી આ સફળતા બીજા રાજ્યો માટે જીતનો રસ્તો બનશે.
ત્યાં જ હરિયાણામાં સત્તા વાપસી બાદ બીજેપીને આશા છે કે તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. જ્યાં ચાર મહિના પહેલા 48 લોકસભા સીટોમાંથી 30 સીટો જીત્યા બાદ એમવીએ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ હવે મજબૂત સ્થિતિમાં ચૂંટણી લડશે નહીં. પરંતુ સીટોની વહેંચણીને લઈ જટીલ વાતચીત વચ્ચે બીજેપીને વધુ હવા મળશે.
મંગળવારે જ્યારે હરિયાણાના પરિણામોના સંકેત મળ્યા કે બીજેપી સત્તામાં આવી રહી છે તો ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,”આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર લોકોનો અતૂટ વિશ્વાસની પુષ્ટી કરે છે. અનુચ્છેદ 370ને સમાપ્ત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવી દેખાડે છે કે ભારતીય લોકતંત્ર મજબૂત છે.”