Free Ration: હવે આ લોકોને મફતમાં નહીં મળે રાશન, સરકારના બે મંત્રાલયે મળીને કરી તૈયારી

PMJKAY: 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMJKAY) હેઠળ લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરશે

Written by Rakesh Parmar
February 05, 2025 22:00 IST
Free Ration: હવે આ લોકોને મફતમાં નહીં મળે રાશન, સરકારના બે મંત્રાલયે મળીને કરી તૈયારી
પીએમજીકેએવાય હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવે છે જેઓ આવકવેરો ભરતા નથી. (Express Photo)

મફત રાશન લેતા અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ નવો ડેટા શેર કરશે. ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMJKAY) હેઠળ લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરશે. પીએમજીકેએવાય હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવે છે જેઓ આવકવેરો ભરતા નથી.

સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં PMGKAY માટે 2.03 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે ચાલુ નાણાકીય વર્ષના 1.97 લાખ કરોડ રૂપિયાના સુધારેલા અંદાજ કરતાં વધુ છે. દેશમાં કોવિડ-19 મહામારીને કારણે આર્થિક મંદીને કારણે ગરીબો અને જરૂરિયાતમંદોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરૂ કરવામાં આવી હતી. જોકે, સરકારે PMGKAY હેઠળ મફત અનાજ વિતરણનો સમયગાળો 1 જાન્યુઆરી, 2024 થી પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.

આ પણ વાંચો: ‘ભારતીયોના હાથમાં હાથકડી લગાવીને અમેરિકામાંથી નિકાળ્યા’, કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલ

ખાદ્ય મંત્રાલયે આવકવેરા વિભાગ સાથે મળીને તૈયારીઓ કરી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ એક ઓફિસ ઓર્ડરમાં જણાવ્યું છે કે આવકવેરા મહાનિર્દેશક (સિસ્ટમ્સ) પાસે ગ્રાહક બાબતોના મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) ના સંયુક્ત સચિવને માહિતી પૂરી પાડવાનો અધિકાર રહેશે. ડેટા શેરિંગ વ્યવસ્થા મુજબ DFPD નવી દિલ્હી સ્થિત DGLT (સિસ્ટમ્સ) ને આકારણી વર્ષ સાથે આધાર અથવા PAN નંબર પ્રદાન કરશે. જો PAN આપવામાં આવે અથવા આપેલ આધાર નંબર PAN સાથે લિંક કરવામાં આવે, તો DGIT (સિસ્ટમ્સ) આવકવેરા વિભાગના ડેટાબેઝ મુજબ નક્કી કરાયેલી આવકના સંદર્ભમાં DFPD ને જવાબ આપશે.

આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરશે

ત્યાં જ જો લાભાર્થીનો આધાર નંબર આવકવેરા ડેટાબેઝમાં કોઈપણ PAN સાથે લિંક થયેલ નથી, તો DGIT (સિસ્ટમ) તેના વિશે DFPD ને જાણ કરશે. આવા કિસ્સામાં માહિતીના આદાનપ્રદાનની પદ્ધતિ DGLT (સિસ્ટમ્સ) અને DFPD દ્વારા નક્કી કરવામાં આવશે. માહિતી પૂરી પાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે DGIT (સિસ્ટમ્સ) DFPD સાથે સમજૂતી કરાર (MoU) કરશે. આ એમઓયુમાં ડેટા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ, ગોપનીયતા જાળવવાની અને ડેટા સુરક્ષિત રાખવાનો સમાવેશ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ