મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના થઈ ત્યારથી સત્તાના હોદ્દા પર બેઠેલા લોકો ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ આર્મીના ભૂતપૂર્વ જનરલે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત જનરલ અબ્દુલ્લાહી અમાન આઝમીએ કહ્યું કે જ્યાં સુધી ભારતના ટુકડા ના થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થશે નહીં.
બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત જનરલે ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું
મંગળવારે ઢાકામાં એક ડિબેટમાં બોલતા આઝમીએ કહ્યું કે ભારત હંમેશા બાંગ્લાદેશમાં અશાંતિ પેદા કરે છે. ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ પીસ એગ્રીમેન્ટની 28મી વર્ષગાંઠ પહેલા નેશનલ પ્રેસ ક્લબ ખાતે સર્વોભૌમત્તો સુરક્ષા પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝમીએ કહ્યું કે ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં અશાંતિ પાછળ પણ ભારતનો હાથ હતો.
આ પણ વાંચો: રાંચી બાદ કિંગ કોહલીનો જલવો, વનડે કરિયરની 53મી સદી ફટકારી
શેઠ મુજીબુર રહેમાનની સરકાર દરમિયાન માનવેન્દ્ર નારાયણ લાર્માના નેતૃત્વ હેઠળ ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ પીપલ્સ કમિટી (CHTPC) ની રચના કરવામાં આવી હતી. તેની સશસ્ત્ર પાંખ શાંતિ વાહિની હતી. આઝમીએ જણાવ્યું હતું કે ભારતે તેમને આશ્રય, શસ્ત્રો અને તાલીમ આપી હતી, જેના કારણે 1975 થી 1996 સુધી પહાડીઓમાં રક્તપાત થયો હતો.
જનરલ આઝમી કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી નેતાનો પુત્ર
આઝમી કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી નેતા ગુલામ આઝમનો પુત્ર છે. તેણે 1997ના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ શાંતિ કરારની ટીકા કરી હતી. તેને “તથાકથિત” ગણાવતા તેમણે કહ્યું હતું કે ખાગરાછરી સ્ટેડિયમમાં શાંતિ વાહિની દ્વારા શસ્ત્રોનું શરણાગતિ માત્ર એક બનાવટી હતી. આઝમીએ દાવો કર્યો હતો કે તેમની સશસ્ત્ર પ્રવૃત્તિઓ આંતરિક રીતે ચાલુ રહી અને યુપીડીએફની રચના તરફ દોરી ગઈ.
બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) આઝમીએ પાછલી સરકાર દરમિયાન ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાંથી લગભગ 200 સૈન્ય છાવણીઓ દૂર કરવાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વાપસીથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો અને પ્રદેશમાં નિયંત્રણ નબળું પડ્યું. આઝમીએ ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે લશ્કરના કર્મચારીઓની ચાર બ્રિગેડ તાત્કાલિક તૈનાત કરવાની પણ માંગ કરી હતી.





