રશિયાએ બદલ્યા પરમાણું હુમલાના નિયમ; પુતિનના આ નિર્ણયથી અમેરિકા સહિત NATO દેશોને ચેતવણી

Russian Nuclear Doctrine: પુતિને કહ્યું કે કોઈ પણ દેશ જે પરમાણુ શક્તિ નથી, તે જો રશિયા વિરૂદ્ધ હુમલો કરે છે તો તેને સીધી રીતે જંગ માનવામાં આવશે.

Written by Rakesh Parmar
November 19, 2024 18:20 IST
રશિયાએ બદલ્યા પરમાણું હુમલાના નિયમ; પુતિનના આ નિર્ણયથી અમેરિકા સહિત NATO દેશોને ચેતવણી
રશિયાએ પરમાણુ હુમલાને લઈ પોતાની પોલીસીમાં મોટો ફેરફાર કર્યો છે. (તસવીર: PutinDirect/X)

Russian Nuclear Doctrine: રશિયા અને યૂક્રેન વચ્ચે હાલમાં પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં NATO દેશોને સીધી રીતે ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, જો બિન-પરમાણુ દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશ પર હુમલો કરે છે તો તેને રશિયા વિરૂદ્ધ જંગ માનવામાં આવશે. પુતિને ચેતવણી આપતા કહ્યું કે, રશિયા વિરૂદ્ધ બેલેસ્ટિક મિસાઈલનો જવાબ પરમાણુ હુમલા સાથે આપવામાં આવશે.

તો પરમાણઉ હુમલાથી જવાબ મળશે – પુતિન

પુતિને કહ્યું કે કોઈ પણ દેશ જે પરમાણુ શક્તિ નથી, તે જો રશિયા વિરૂદ્ધ હુમલો કરે છે તો તેને સીધી રીતે જંગ માનવામાં આવશે. માત્ર એટલુ જ નહીં પુતિને સ્પષ્ટ કહ્યું કે કોઈ દેશે જો રશિયા પર બેલેસ્ટિક મિસાઈલથી પણ હુમલો કર્યો તો તેનો જવાબ પરમાણુ હુમલાથી જ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમેરિકા સહિત ઘણા યૂરોપિયન દેશોએ યૂક્રેનને ઘણા અત્યાધુનિક હથિયારો આપ્યા છે. જેમાં લાંબી દુરીની મિસાઈલ પણ સામેલ છે.

રશિયાએ શું બદલાવ કર્યો?

રશિયાએ પરમાણુ હુમલાને લઈ પોતાની પોલીસીમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. જેના અનુસાર જો કોઈ ન્યૂક્લિયર શક્તિ વાળા દેશની મદદથી રશિયાની જમીન પર કન્વેંશનલ મિસાઈલથી હુમલો થાય છે તો તે આવી સ્થિતિમાં પરમાણુ હથિયારોના ઉપીયોગ માટે સ્વતંત્ર છે. રશિયામાં આ બદલાવને લઈ પ્રક્રિયા ગત ઘણા સમયથી ચાલી રહી હતી. રશિયાનો આ ફેંસલો અમેરિકાના તે પગલા બાદ આવ્યો છે જેમાં જો બાયડને યૂક્રેનને લાંબા અંતરની અમેરિકન મિસાઈલોને રશિયા વિરૂદ્ધ ઉપીયોગની પરમિશન આપી છે. માત્ર આટલુ જ નહીં રશિયાએ મહત્ત્વનો ફેરફાર કરતા ફેંસલો લીધો છે કે જો રશિયાને એવું લાગશે કે તેના દેશ અને લોકોને ખતરો છે તો તે ન્યૂક્લિયર મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાકત કરી શકે છે.

આ પણ વાંચો: યુવતીને લેડી ડોન બનવાના અભરખા ભારે પડ્યા, લોરેન્સ બિશ્નોઈની તસવીર સાથે રીલ બનાવી, પોલીસ ઘરેથી ઉપાડી ગઈ

રશિયાએ આ ફેંસલો માત્ર બેલેસ્ટિક મિસાઈલોને લઈને જ નથી લીધો. જો તેની સીમામાં કોઈ ડ્રોન અથવા એરક્રાફ્ટ આવે છે તો પણ તેને રશિયા પર ખતરા તરીકે જોવામાં આવશે. રશિયાએ પોતાની પોલીસીમાં બદલાવ કરતા કહ્યું કે, એવું આક્રમણ, જો કોઈ ગઠબંધનના સદસ્ય દેશ તરફથી થાય છે તો મોસ્કો આ આક્રમણને સમગ્ર ગઠબંધન તરફથી કરવામાં આવેલ હુમલો માનવામાં આવશે. જેનો મતલબ થયો કે અમેરિકન હથિયારોથી હુમલા માટે તે આખા નાટો દેશોને આ માટે જવાબદાર માનશે અને પોતાના ન્યૂક્લિયર હથિયારોનો ઉપીયોગ તેના વિરૂદ્ધ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ