વિદેશ મંત્રી એસ જયશંકરે ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી છે. તેમના તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે. ભારત સ્થિતિને વધારે બગાડવા નથી માંગતુ, પણ પાકિસ્તાન જો કોઈ હરકત કરશે તો ભારતનો જવાબ પણ કડક હશે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, અમૃતસર અને રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેને ભારતે આકાશમાં જ તોડી પાડ્યા છે. ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે.
પાકિસ્તાનના કાયકતાભર્યા હુમલા બાદ જમ્મુમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારના સમાચાર છે. આ સમયે સમગ્ર જમ્મુમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ઉલ્લેખનિય છે કે, હાલમાં સ્થિતિ તંગ આવી ગઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ભારતના ઘણા સૈનિક ઠેકાણાઓ પર પાકિસ્તાને હુમલો કર્યો હતો પરંતુ ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.