/indian-express-gujarati/media/media_files/2026/01/29/sadhvi-prem-baisa-2026-01-29-21-56-26.jpg)
Sadhvi Prem Baisa Death in Rajisthan : રાજસ્થાનના એક પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાનું રહસ્યમય મોત થયું છે Photograph: (Instagram/sadhvi_prembaisa)
Sadhvi Prem Baisa Mystery Death : રાજસ્થાનના એક પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાનું રહસ્યમય મોત રાજ્યમાં મોટો મુદ્દો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આરએલપીના નેતા હનુમાન બેનીવાલે કથાકારના મોત પર સવાલ ઉઠાવ્યા છે અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. બુધવારે સાંજે પ્રેમ બાઇસાને તેમના ગુરુ વીરમનાથ અન્ય એક સાથી સાથે જોધપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વીરમનાથ પ્રેમ બાઇસાને બોરનાદા આશ્રમથી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ડોક્ટરે કહી આવી વાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે સાધ્વીને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીના શરીરમાં કોઈ હલનચલન થયું ન હતું. ડૉક્ટરે કહ્યું કે સાધ્વીના ગુરુએ તેમને કહ્યું હતું કે પ્રેમ બાઇસાને ઘણો તાવ હતો, જેના માટે તેમણે આશ્રમમાં એક કમ્પાઉન્ડરને બોલાવ્યો હતો. કમ્પાઉન્ડરે પ્રેમ બાઇસા ને ઇન્જેક્શન આપતાં તે બેભાન થઈ ગયા હતા.
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે તેમણે વીરમનાથને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી અને હોસ્પિટલની એમ્બ્યુલન્સની ઓફર કરી હતી. પરંતુ વીરમનાથે ના પાડી હતી અને મૃતદેહને તેમની ખાનગી કારમાં લઈ ગયા હતા.
એનડીટીવી સાથે વાત કરતા વીરમનાથે જણાવ્યું હતું કે તેને લાંબા સમયથી શરદી અને ઉધરસ હતી, તેથી અમે આશ્રમમાં એક કમ્પાઉન્ડરને બોલાવ્યો, પરંતુ ઇન્જેક્શન લગાવ્યાના પાંચ મિનિટમાં જ તે બેભાન થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના તમામ તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા છે.
સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું - આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ
આરએલપીના નેતા અને સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકે પ્રેમ બાઇસાના શંકાસ્પદ મોતની નોંધ લેવી જોઈએ. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
મોતના ચાર કલાક બાદ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
સાધ્વી પ્રેમ બાઇસાના મૃત્યુના ચાર કલાક પછી તેમના ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેણે સાધ્વીના મૃત્યુ પર સવાલો ઉભા કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે પૂજ્ય તમામ આદરણીય સંતોને પ્રમામ. મેં દરેક ક્ષણ સનાતન પ્રચાર માટે જીવી છે અને વિશ્વમાં સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. આજે મારા છેલ્લા શ્વાસ સુધી, મારા હૃદયમાં સનાતન જ છે. મારું સૌભાગ્ય છે કે મેં સનાતન ધર્મમાં જન્મ લીધો અને અંતિમ શ્વાસ પણ સનાતન ધર્મ માટે લીધા, આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, વિશ્વ યોગ ગુરુઓ અને પૂજ્ય સંત મહાત્માઓના જીવનમાં આશીર્વાદ મળ્યા. મેં આદિ ગુરુ શંકરાચાર્ય અને દેશના અનેક મહાન સંતો-મહાત્માને પત્ર લખ્યો, અગ્નિ પરીક્ષા માટે વિનંતી કરી, પરંતુ પ્રકૃતિનું શું મંજૂર હતું?
હું આ દુનિયાથી કાયમ માટે અલવિદા કહું છું પરંતુ મને ભગવાન અને પૂજ્ય સંતો અને મહાત્માઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે, મારા જીવતા નહીં તો ગયા પછી તો ન્યાય મળશે.
આ પણ વાંચો - 11,000 ફૂટની ઉંચાઇ પર ફસાયા સેનાના 20 જવાન, ગામના લોકોએ જીવ જોખમમાં મુકી મદદ કરી
સાધ્વીના ગુરુ વીરમનાથે એનડીટીવીને પુષ્ટિ આપી હતી કે આ પોસ્ટ સાધ્વીના મોબાઇલથી શેર કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે વધુ એક ગુરુ મહારાજે પોસ્ટ કરી છે. તેમણે સાધ્વીના મોતની તપાસની માંગ પણ કરી હતી.
બુધવારે રાત્રે મોતના સમાચાર મળતાની સાથે જ જોધપુરમાં પોસ્ટમોર્ટમ દરમિયાન સેંકડો લોકો હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા હતા. લોકોને ઘણી સમજાવટ કર્યા પછી મામલો શાંત થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાધ્વીના અંતિમ સંસ્કાર શુક્રવારે જાસ્તી ગામમાં થશે.
રિપોર્ટ પ્રમાણે થોડા મહિના પહેલા સાધ્વી પ્રેમ બાઇસા અને વીરમનાથનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને વાંધાજનક રીતે ગળે મળતા જોવા મળ્યા હતા. આ વીડિયો બાદ વીરનનાથે કહ્યું હતું કે સાધ્વી તેમની પુત્રી છે અને લાડ-દુલાર કરી રહ્યા હતા .
સાધ્વીના મોત પર સવાલો કેમ ઉઠી રહ્યા છે
- સાધ્વીના મોત બાદ વીરમનાથે એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ જવાની ના કેમ પાડી, પોતાની કારમાં પોસ્ટમોર્ટમ હાઉસમાં લઇ જવાના બદલે આશ્રમ કેમ લઈ ગયા?
- કેસને રિપોર્ટ કરવાની અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કેમ ના પાડી?
- જ્યારે સાધ્વી ઘણા દિવસોથી બીમાર હતા, ત્યારે તેમણે આશ્રમમાં એક કમ્પાઉન્ડરને બોલાવ્યો અને તેને સીધા હોસ્પિટલ કેમ ન લઈ ગયા? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈન્જેક્શનને કારણે સાધ્વીનું મોત થયું હતું, પરંતુ તેમણે ઈન્જેક્શન આપનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કેમ ન નોંધાવી?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us