ધરતીના સૌથી મોટા લોખંડના ભંડારની શોધ, વૈજ્ઞાનિકોએ અબજો ડોલરમાં આંકી કિંમત, જાણો કયાં દેશમાં મળ્યો ખજાનો?

Iron deposit discovered in Australia: ભૂવૈજ્ઞાનિકોએ આટલા મોટા પ્રમાણમાં લોખંડના ભંડારની શોધ કરી છે, જેનું પહેલા દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું નહોતું. આ શોધ લગભગ 55 અબજ મેટ્રિક ટનના વિશાળ સંશોધનને દેખાડે છે.

Written by Rakesh Parmar
December 16, 2024 20:07 IST
ધરતીના સૌથી મોટા લોખંડના ભંડારની શોધ, વૈજ્ઞાનિકોએ અબજો ડોલરમાં આંકી કિંમત, જાણો કયાં દેશમાં મળ્યો ખજાનો?
આ રિસર્ચ સુપરમહાદ્વીપોની ગતિવિધિઓ અને પરિવર્તનોના નવા સંબંધો પર પણ પ્રકાશ નાંખે છે. (Image credit: Liam Courtney-Davies, Curtin University)

Iron deposit discovered: વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેલિયામાં લોખંડના વિશાળ ભંડારની શોધનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલ દુનિયાના સૌથી મોટા લોખંડના અયસ્ક ભંડારની ઓળખ કરી છે. આ વિસ્તારમાં અબજોની કિંમતનો લોખંડ ભંડાર હોવાની આશા ભૂવૈજ્ઞાનિક એક્સપર્ટે વ્યક્ત કરી છે. તેમણે નમુનાઓનું પરિક્ષણ અને આઈસોટોપનું વિશ્લેષણ કર્યા બાદ એવા ઘણા નિષ્કર્ષ નીકાળ્યા છે, જે ધરતી પર હાજર લોખંડના ભંડારને લઈ વસ્તુઓ બદલી શકે છે.

અર્થ ડોટ કોમની ખબર અનુસાર, ભૂવૈજ્ઞાનિકોએ આટલા મોટા પ્રમાણમાં લોખંડના ભંડારની શોધ કરી છે, જે આ પહેલા ચોપડે નોંધાયું ન હતું. આ શોધ લગભગ 55 અબજ મેટ્રિક ટનના વિશાળ સંશોધનને દેખાડે છે. લગભગ 105 પ્રતિ મેટ્રિક ટન ડોલરની હાજરીનું હોલ અયસ્ક મૂલ્યના આધારે તેની કિંમત 5.77 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી હોઈ શકે છે.

આ શોધની અસર શું હશે

ભૂવૈજ્ઞાનિર વિશેષજ્ઞોનું કહેવું છે કે આ શોધમાં એ સ્થાપિત કરવા માટે યૂરેનિયમ અને સીસા આઈસોટોપનું અધ્યયન કરવું સામેલ છે કે આ ખનિજ 1.4 અબજ વર્ષ પહેલા દેખાયા હતા. ન કે 2.2 અબજ વર્ષ પહેલા જે એકવાર માની લેવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો અનુસાર, આ તે પારંપરિક જ્ઞાનને પડકાર ફેંકે છે કે ખનિજ ભંડાર કેવી રીતે બને છે.

આ પણ વાંચો: વર્ષ 2024માં બનેલી આ ઘટનાઓએ આખી દુનિયાને પ્રભાવિત કરી, જેની અસર લાંબા સમય સુધી જોવા મળશે

આ રિસર્ચ સુપરમહાદ્વીપોની ગતિવિધિઓ અને પરિવર્તનોના નવા સંબંધો પર પણ પ્રકાશ નાંખે છે. આ વિશાલ લોહ અયસ્ક ભંડાર અને સુપરકોન્ટિન્ટેંટ ચક્રોમાં પરિવર્તન વચ્ચે લિંકની શોધથી પ્રાચીન ભૂવૈજ્ઞાવિક પ્રક્રિયાઓની સમજમાં પણ સુધાર થાય છે. એક્સપર્ટને ઘણા ક્ષેત્રોમાં તેનાથી ફાયદો મળવાની આશા છે.

રિપોર્ટ અનુસાર, રિસર્ચ ટીમે એવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે સમસ્થાનિક ડેટિંગ અને રાયાસણિક વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ દૃષ્ટિકોણ લોખંડમાં બદલાવને દેખાડે છે કારણ કે આ 30 થી 60 ટકા સુધી લોખંડની સાંદ્રતા બદલાઈ ગઈ છે. આ શોધ ખનન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ હોવાની સાથે-સાથે આર્થિક રીતે પણ ધ્યાન ખેંચી રહી છે. અબજો ડોલરની આ સંપદા ઓસ્ટ્રેલિયાના ખજાનાને ભરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ