બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. વર્તમાન વલણો દર્શાવે છે કે NDA બહુમતીથી વધુ જીત મેળવી રહ્યું છે. શાલિની મિશ્રા બિહાર વિધાનસભા ચૂંટણી જીતનાર જેડીયુની બીજી મહિલા ઉમેદવાર બની છે. આ પહેલા બેલાગંજથી મનોરમા દેવીએ પણ જીત નોંધાવી છે. શાલિની મિશ્રાએ ટોટલ 78,192 મત મળ્યા હતા. 16340 વોટના માર્જિનથી આ જીત મેળવી છે.
શાલિની મિશ્રાએ પૂર્વ ચંપારણની કેસરિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ JDU ઉમેદવાર હતા. તેમણે મત ગણતરીની શરૂઆતથી જ લીડ મેળવી હતી અને તેમના વિજય સુધી આ લીડ જાળવી રાખી હતી. માહિતી અનુસાર, શાલિની મિશ્રા 78,192 મતો સાથે વિજયી બન્યા હતા. જોકે મત ગણતરીના 22 રાઉન્ડમાંથી 15 રાઉન્ડ પૂર્ણ થતા જ તેમને લોકોએ શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. જોકે 22 રાઉન્ડ બાદ શાલિની મિશ્રા 16340 મતથી જીત મેળવી છે.
શાલિની મિશ્રા અગાઉ ચૂંટણી જીતી ચૂક્યા છે
શાલિની મિશ્રાએ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં કેસરિયા વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. આ વખતે તેમને JDU દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમણે મહાગઠબંધનના ઉમેદવાર વરુણ વિજય (VIP) ને હરાવ્યા હતા.
આ પણ વાંચો: શું કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન બિહારના નાયબ મુખ્યમંત્રી બનશે?
શાલિની મિશ્રા કોણ છે?
શાલિની મિશ્રા JDU નેતા અને જનતા દળ (યુનાઇટેડ) બિહાર એકમના રાજ્ય મહાસચિવ છે. તેમની પાસે અનુસ્નાતક ડિગ્રી છે અને દિલ્હી અને બિહારમાં અભ્યાસ કર્યો છે. તેઓ હાલમાં 52 વર્ષના છે.





