કેરળ હાઈકોર્ટમાં એસટીએફનો ખુલાસો, સબરીમાલા મંદિરમાં બીજી ઘણી કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ

Sabarimala scandal: સબરીમાલા સોનાની ચોરી કૌભાંડ અંગે વિશેષ તપાસ ટીમ (એસટીએફ)એ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે મંદિરની અન્ય કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ છે

Sabarimala scandal: સબરીમાલા સોનાની ચોરી કૌભાંડ અંગે વિશેષ તપાસ ટીમ (એસટીએફ)એ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે મંદિરની અન્ય કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ છે

author-image
Ashish Goyal
New Update
Sabarimala

એસટીએફએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે મંદિરની અન્ય કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ છે Photograph: (keralatourism.org)

Sabarimala scandal: સબરીમાલા સોનાની ચોરી કૌભાંડ અંગે વિશેષ તપાસ ટીમ (એસટીએફ)એ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે મંદિરની અન્ય કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ છે. કેરળ હાઈકોર્ટના આદેશ પર તપાસ કરી રહેલી એસઆઈટીએ મંદિરના ગર્ભગૃહના દરવાજામાંથી ગુમ થયેલ સોનાના સંબંધમાં બે કેસ નોંધ્યા હતા.

Advertisment

અનેક કલાકૃતિઓમાંથી સોનું ગાયબ

જોકે કોલ્લમની વિજિલન્સ કોર્ટમાં સોંપવામાં આવેલા અહેવાલમાં એસઆઈટીએ કથિત આરોપીઓની કસ્ટડીની માંગ કરી છે, જેમાં એજન્સીએ કહ્યું છે કે આ કૌભાંડ માત્ર બે કલાકૃતિઓ સુધી મર્યાદિત નથી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરના પ્રભા મંડલમમાં સાત તાંબાની પ્લેટોમાંથી સોનું ગાયબ છે, જે શિવ અને વ્યાલી રૂપમની મૂર્તિઓને ઢાંકે છે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે માત્ર દ્વારપાલકની બે મૂર્તિઓમાંથી સોનું ગાયબ થયું હતું. પરંતુ હવે તપાસમાં બહાર આવ્યું છે કે વધુ 7 પેનલમાંથી સોનું ગાયબ છે.

કેમિકલનો ઉપયોગ કરીને સોનાને અલગ કર્યું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ સ્થિત સ્માર્ટ ક્રિએશન્સમાં કેમિકલનો ઉપયોગ કરીને સોનાને અલગ કરવામાં આવ્યું છે. હાલમાં તે બેલ્લારી સ્થિત જ્વેલર ગોવર્ધન રોડ્ડમના કબજામાં છે. એસઆઈટીએ ધરપકડ કરેલા 10 આરોપીઓમાં સામેલ 3 આરોપીઓ સ્વયંભૂ પ્રાયોજક ઉન્નીકૃષ્ણન પોટ્ટી, ગોવર્ધન રોડ્ડમ અને ચેન્નાઈ સ્થિત સ્માર્ટ ક્રિએશન્સના પંકજ ભંડારીની કસ્ટડીની માંગ કરી છે.

Advertisment

ઈસરોની મદદ માંગી

એસઆઈટીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે તેણે મંદિરમાં વિવિધ કલાકૃતિઓ પર સોનાની પરતની ચોક્કસ માત્રા જાણવા માટે ઇસરોના કેન્દ્ર વીએસએસસી-તિરુવનંતપુરમ પાસેથી ટેકનિકલ સહાય માંગી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વીએસએસસીના વૈજ્ઞાનિકો સોનાથી ઢોળાયેલી તાંબાની પ્લેટોમાંથી નમૂના એકત્રિત કરશે.

એસઆઈટીએ અત્યાર સુધીમાં પૂર્વ ધારાસભ્ય એ પદ્મકુમાર સહિત ત્રણ સીપીઆઈ (એમ) નેતાઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે એસઆઈટીએ પૂર્વ મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રનની પૂછપરછ કરી હતી, જે 2019 માં દેવસ્વમ મંદિરના મંત્રી હતા, જ્યારે મંદિરમાં કથિત ચોરીની ઘટના બની હતી.

ઓક્ટોબરમાં મામલો સામે આવ્યો હતો

સબરીમાલા મંદિર ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે કેરળ હાઈકોર્ટે ઓક્ટોબર 2025 માં મંદિરની કિંમતી વસ્તુઓ અને સોનાને લગતી કથિત ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા હતા. 

આ પણ વાંચો - બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર હુમલો, ભીડે તીક્ષણ હથિયારથી હુમલો કર્યા બાદ જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો

જેમાં કોર્ટે પૂર્વ ન્યાયાધીશ કે.ટી.શંકરનને મંદિરની કિંમતી ચીજોની યાદી તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી અને મંદિરના વિજિલન્સ અધિકારીને મંદિરમાં થયેલી તમામ ગેરરીતિઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.

વિજિલન્સ અધિકારીના પ્રાથમિક અહેવાલ મુજબ મંદિરના ગર્ભગૃહમાં સ્થિત દ્વારપાલ મૂર્તિઓ પરનું સોનું કવર કોર્ટને જાણ કર્યા વિના હટાવવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ખુલાસા બાદ રાજ્યમાં સત્તારૂઢ પક્ષ સીપીઆઈ (એમ) પર વધુ દબાણ વધી શકે છે.

કેરળ દેશ