કોલકાતામાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથના રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર

કોલકાતાના ભગવાન જગન્નાથ રથમાં ગત 48 વર્ષોથી બોઇંગ 747ના ટાયરો લાગેલા હતા. 1977માં એક ભક્ત દ્વારા આ વિશાળ રથનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તે સમયે જૂના બોઇંગ 747ના ટાયરોને ખરીદીને તેમાં લગાવવામાં આવ્યા હતા.

Written by Rakesh Parmar
June 01, 2025 22:10 IST
કોલકાતામાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથના રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર
કોલકાતાના ભગવાન જગન્નાથ રથમાં ગત 48 વર્ષોથી બોઇંગ 747ના ટાયરો લાગેલા હતા. (તસવીર: સોશિયલ મીડયા)

Kolkata Iskcon Chariot Sukhoi Tyre: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવે છે. ખાસ વાત એ છે કે, રથમાં પહેલા જૂના બોઈંગ 747 ના ટાયરોનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેમાં ફાઇટર જેટ ‘સુખોઈ’ના ટાયર લગાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગત 48 વર્ષોથી આ રથને વિશાળ વિમાન બોઇંગ 747 ના ટાયર ચલાવી રહ્યા હતા.

રથમાં સુખોઈના ટાયર કેમ લગાવાયા?

ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધા રમન દાસે જણાવ્યું કે, કોલકાતાના ભગવાન જગન્નાથ રથમાં ગત 48 વર્ષોથી બોઇંગ 747ના ટાયરો લાગેલા હતા. 1977માં એક ભક્ત દ્વારા આ વિશાળ રથનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તે સમયે જૂના બોઇંગ 747ના ટાયરોને ખરીદીને તેમાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ 2005 માં અમે જોયુ કે ટાયર હવે સારી સ્થિતિમાં નથી. માટે અમે તેને બદલવાનો નિર્ણય લીધો.

રાધા રમન દાસે જણાવ્યું કે, અમને બોઇંગ 747 ના ટાયર મળ્યા નહીં. તેના પછી અમે બીજા વિકલ્પની શોધ કરી. 2018માં અમને જાણકારી મળી કે સુખોઈ ફાઈટર જેટના ટાયર બોઈંગ 747 ના ટાયરો સમાન હોય છે. માચે અમે MRF કંપની સાથે સંપર્ક કર્યો. આ વર્ષે અમને MRF તરફથી પ્રતિક્રિયા મળી. તેઓ એવું જાણીને આશ્ચર્યચકિત હતા કે અમે સુખોઈના ટાયર કેમ જોઈએ. તેમણે અમારા દાવાની તપાસ કરવા માટે તેમના સિનીયર મેનેજરને મોકલ્યું.

આ પણ વાંચો: CDS અનિલ ચૌહાણનું સિંગાપુર ઈન્ટરવ્યૂ, જાણો ભારતની કૂટનીતિ વિશે શું જણાવ્યું?

જ્યારે એમઆરએફન વરિષ્ઠ અધિકારીઓને વિશ્વાસ આવી ગયો કે આ ટાયર જગન્નાથના રથમાં લગાવવાના છે તો તેમણે સુખોઈના ટાયરો આપવા માટે સહેમત થયા. રાધા રમન દાસે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે જે સુખોઈ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે તેના જ ટાયરો તમાં લગાવવામાં આવશે. કાલે રાત્રે અમે તે ટાયરોનું ટ્રાયલ પણ કર્યું. અમે એવું કહી શકીએ કે કોલકાતાના રસ્તાઓ પર કાલે રાત્રે સુખોઇના ટાયરો દોડ્યા હતા. લગભગ 24 કિલોમીટરની આ યાત્રા નિકાળવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ