Sunita Williams Christmas Celebrations: સુનીતા વિલિયમ્સે સ્પેસમાંથી પોસ્ટ કરી ક્રિસમસની તસવીરો

Sunita Williams Christmas Celebration: નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરે સાથી અવકાશયાત્રી ડોન પેટિટ સાથે સાન્ટા ટોપી પહેરેલી સુનીતા વિલિયમ્સનો હસતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં અવકાશયાત્રીઓ ISS પર ક્રિસમસની તૈયારી કરી રહ્યા છે.

Written by Rakesh Parmar
Updated : December 24, 2024 16:22 IST
Sunita Williams Christmas Celebrations: સુનીતા વિલિયમ્સે સ્પેસમાંથી પોસ્ટ કરી ક્રિસમસની તસવીરો
સુનીતા વિલિયમ્સે સ્પેસમાંથી પોસ્ટ કરી ક્રિસમસની તસવીરો (તસવીર: NASA_Johnson/X)

Sunita Williams Christmas Celebrations: નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા ઘણા મહિનાઓથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. Boeing Starliner મિશન પર અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે સુનીતા વિલિયમ્સનું પરત ફરવાનું હાલમાં ફેબ્રુઆરી 2025માં નિર્ધારિત છે. ખાસ વાત એ છે કે સ્પેસમાં પણ ક્રિસમસ સેલિબ્રેશન (Christmas celebrations)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સે બેરી વિલ્મોર સાથે મળીને સ્પેસએક્સ (SpaceX)ના 31મા રોબોટિક કાર્ગો મિશન દ્વારા ઉત્સાહપૂર્વક કેટલીક આવશ્યક વસ્તુઓ અને હોલિડે ગિફ્ટ્સ મોકલી છે જે પૃથ્વી માટે રવાના થયા છે.

17 ડિસેમ્બરના રોજ નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરે સાથી અવકાશયાત્રી ડોન પેટિટ સાથે સાન્ટા ટોપી પહેરેલી સુનીતા વિલિયમ્સનો હસતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં અવકાશયાત્રીઓ ISS પર ક્રિસમસની તૈયારી કરી રહ્યા છે.

સ્પેસ સેન્ટરે X પર તસવીર પોસ્ટ કરી અને કેપ્શન લખ્યું, ‘Another day, another sleigh’

આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ડોન પેટિટ અને સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનના કોલંબસ લેબોરેટરી મોડ્યુલમાં હેમ રેડિયો પર વાત કરતી વખતે મજાની રજાઓ માટે પોઝ આપે છે.

એવું લાગે છે કે અવકાશયાત્રીઓ તેમના વિશેષ ભોજન સાથે ક્રિસમસ ઉજવણીની તૈયારી કરી રહ્યા છે અને તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વીડિયો કોલ પર જોડાયેલા રહેશે. અહેવાલો અનુસાર, રોબોટિક કાર્ગો મિશન દ્વારા પહોંચાડવામાં આવતી તાજી વસ્તુઓનો ઉપયોગ કરીને તેમનો ખોરાક તૈયાર કરવામાં આવશે. રોબોટિક કેપ્સ્યુલે પ્રયોગોમાં ઉપયોગ માટે સ્ટેશન પર 2,720 કિગ્રા સામગ્રી અને સાધનો પહોંચાડ્યા છે.

આ પણ વાંચો: વર્ષ 2024માં સંન્યાસ લેનારા ક્રિકેટ ખેલાડીઓ

નોંધનીય છે કે જૂન 2024માં વિલિયમ્સ અને વિલ્મોર બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા 8 દિવસના મિશન પર અવકાશમાં ગયા હતા. જોકે સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું મિશન ત્રણ મહિના લંબાવવામાં આવ્યું હતું. પરંતુ થોડા મહિનાઓ પછી નાસાએ જાહેરાત કરી કે હવે બંને અવકાશયાત્રીઓ ફેબ્રુઆરી 2025 માં SpaceX ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પાછા આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ