/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Zakir-Hussain.jpg)
ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
Zakir Hussain passes away: પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમની સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
'ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઝાકિર હુસૈનનું નિધન થયું છે. ઝાકીરના સાળા અયુબ ઓલિયાએ મને આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઇએ કે, 73 વર્ષીય સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. હૃદયની સમસ્યાને કારણે હુસૈનને ગત સપ્તાહે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 'દેશમાં મુસ્લિમોની બહુમતી હશે…', શું મમતાના મંત્રીનું નિવેદન સાચુ સાબિત થશે; બદલાતી ડેમોગ્રાફીથી સમજો
કોણ છે ઝાકિર હુસૈન?
ઝાકિર હુસૈન એક પ્રખ્યાત તબલાવાદક હતા જેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ બોમ્બે (હાલ મુંબઈ)માં થયો હતો. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાન તેમના સમયના પ્રખ્યાત તબલા વાદક હતા. તેમણે તબલા વગાડવાની કળા પિતા પાસેથી શીખી હતી. ઉસ્તાદ ઝાકિર હુસૈને સાત વર્ષની ઉંમરે સંગીત સમારોહમાં તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિરે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સંગીતમાં પોતાની ડોક્ટરલ ડિગ્રી પૂર્ણ કરી છે. તેમણે 1991 માં પ્લેનેટ ડ્રમ માટે ડ્રમર મિકી હાર્ટ સાથે સહયોગ કર્યો, જેમણે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. પછીના વર્ષોમાં હુસૈને ઘણી ફિલ્મોના સાઉન્ડટ્રેકમાં યોગદાન આપ્યું. ઝાકિર હુસૈનને 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે એટલાન્ટામાં સમર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ માટે સંગીત કમ્પોઝ કરનારી ટીમનો પણ ભાગ હતો. ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 2016 માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરાયેલા તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર પણ છે. ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us