Pakistan Gun Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલો, 50 લોકોના મોત, 20 ઘાયલ

Pakistan Kurram District Attack: પાકિસ્તાનની સ્થિતિ સુધરતી નજર નથી આવી રહી. પાકિસ્તાનનાં સંવેદનશીલ વિસ્તાર ખૈબર પૂખ્તૂનખ્વામાં એક આતંકી હુમલામાં 50 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે.

Pakistan Kurram District Attack: પાકિસ્તાનની સ્થિતિ સુધરતી નજર નથી આવી રહી. પાકિસ્તાનનાં સંવેદનશીલ વિસ્તાર ખૈબર પૂખ્તૂનખ્વામાં એક આતંકી હુમલામાં 50 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
terrorism in Pakistan, Kurram district attack, પાકિસ્તાન આતંકી હુમલો

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો (X Image)

Pakistan Kurram District Attack: પાકિસ્તાનની સ્થિતિ સુધરતી નજર નથી આવી રહી. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડોનની રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનાં સંવેદનશીલ વિસ્તાર ખૈબર પૂખ્તૂનખ્વામાં એક આતંકી હુમલામાં 50 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

Advertisment

જિયોની રિપોર્ટ અનુસાર, આ હુમલો ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લાના ઓછટ વિસ્તારમાં પ્રવાસી વાહન પર કરવામાં આવ્યો હતો. વાહનમાં સવાર લોકો પારાચિનારથી પેશાવર જઈ રહેલ ગ્રુપનો ભાગ હતા. આ હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ છે,જેના કારણે મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે.

આ પણ વાંચો: કેટલું વિશાળ છે ગૌતમ અદાણીનું સામ્રાજ્ય, કયા-કયા ક્ષેત્રોમાં છે કારોબાર

કુર્રમમાં થયેલી આ આતંકવાદી ઘટનાની પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સખત નિંદા કરી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે. PPP ના મીડિયા સેલ દ્વારા X પર એક પોસ્ટમાં તેમના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, "નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરવો કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે."

Advertisment

જિયોની રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના આ જિલ્લામાં ગત ઘણા મહિનાઓથી વિભિન્ન દળ અને ગ્રુરોમાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સંઘર્ષમાં આ પહેલા પણ મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં ચાલી રહેલી હિંસાના કારણે વિસ્તારમાં માણસ અને કનેક્ટિંગ રોડ તથા અફઘાનિસ્તાન સાથે સંકળાયેલ બોર્ડર વારંવાર બંધ થઈ રહી છે. આ કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ પાકિસ્તાન વિશ્વ