‘ખોટા હિન્દુ દેવતાની ખોટી મૂર્તિ…’ અમેરિકામાં ખુલ્લેઆમ થયું હનુમાન દાદાનું અપમાન

એલેક્ઝાન્ડર ડંકન જે ટેક્સાસના રિપબ્લિકન નેતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની ખોટી પ્રતિમા કેવી રીતે મંજૂરી આપી શકીએ? આપણે એક ખ્રિસ્તી દેશ છીએ."

Written by Rakesh Parmar
September 23, 2025 16:28 IST
‘ખોટા હિન્દુ દેવતાની ખોટી મૂર્તિ…’ અમેરિકામાં ખુલ્લેઆમ થયું હનુમાન દાદાનું અપમાન
ભારત સાથેના સંબંધો સુધરે તે પહેલાં જ ટ્રમ્પની પાર્ટીના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પરના તીવ્ર દબાણથી પરિસ્થિતિ વધુ વણસી છે. ભારત સાથેના સંબંધો સુધરે તે પહેલાં જ ટ્રમ્પની પાર્ટીના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયું છે. આ નિવેદનમાં તેમણે ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.

આ નેતાનું નામ એલેક્ઝાન્ડર ડંકન છે, જે ટેક્સાસના રિપબ્લિકન નેતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની ખોટી પ્રતિમા કેવી રીતે મંજૂરી આપી શકીએ? આપણે એક ખ્રિસ્તી દેશ છીએ.”

માહિતી માટે તમને જણાવી દઈએ કે ટેક્સાસમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા છે, જેને “સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન” તરીકે ઓળખવામાં આવે છે. તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભગવાન હનુમાનની ત્રીજી સૌથી મોટી પ્રતિમા માનવામાં આવે છે.

આ પણ વાંચો: પીએફ ઉપાડવો બનશે સરળ, સરકારના નવા પ્રસ્તાવથી 7 કરોડ પીએફ ધારકોને થશે સીધો ફાયદો

ડંકનની ભડકાઉ ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ નિવેદનની સખત નિંદા કરી છે અને ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટી સામે ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા લોકો ડંકનને યુએસ બંધારણની યાદ અપાવી રહ્યા છે. અમેરિકામાં કોઈપણ ધર્મ પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, “તમે હિન્દુ નથી એટલે તમે કોઈને જૂઠા કહી શકો નહીં. ઈસુ પૃથ્વી પર આવ્યા તેના લગભગ 2,000 વર્ષ પહેલાં વેદ લખાયા હતા. તેથી એવા ધર્મનો આદર કરવો અને તેનું સંશોધન કરવું એ સમજદારીભર્યું છે જેનો ઇતિહાસ તમારા કરતા પહેલાનો છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ