મહારાષ્ટ્રના કદ્દાવર નેતા બાબા સિદ્દીકીની શનિવારની રાતે બુકાનીધારી અપરાધિઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી. જોકે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ત્રીજા આરોપીની ધરપકડ માટે પોલીસ સતત રદોડા પાડી રહી છે. ધરપકડ કરાયેલ આરોપીઓનપં રવિવારે મેડિકલ ચેક અપ કરાયું હતું. પછી મુંબઈની કિલા કોર્ટમાં તેમને રજૂ કરાયા હતા.
જોકે અહીં પેશી દરમિયાન એક આરોપીએ પોતાની ઉંમરને લઈ કોર્ટને ગેરમાર્ગે દોરવાની પ્રયાસ કર્યો હતો. બહરાઈચના રહેવાસી આરોપી ધર્મરાજે કહ્યું કે, તે માત્ર 17 વર્ષનો છે. આ કારણે તેને આ મામલે સગીર માનીને કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે પોલીસે કહ્યું કે, પકડાયેલ આરોપી 19 વર્ષનો છે.
આ પણ વાંચો: 700 શૂટર, 11 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક… ભારતનો બીજો ‘દાઉદ’ બનવાની ફિરાકમાં લોરેન્સ બિશ્નોઈ?
ટીવી9ની રિપોર્ટ અનુસાર, આરોપીએ સગીર તરીકે સારવાર કરાવવા માટે આ જાણકારી આપી હતી. તેને વકીલે પણ આ વિશે ભલામણ કરી હતી. જોકે ભ્રમની સ્થિતિ ઉદ્ભવતી જોઈ કોર્ટે તે આરોપીનું આધાર કાર્ડ માંગ્યું હતું. સાચી ઉંમરની જાણકારી મળી શકે તે માટે કોર્ટે આવું કર્યું હતું.
નોંધનિય છે કે, પોલીસની પકડમાં આવેલા બંને આરોપીઓએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાની વાત સ્વીકારી છે. ગુના નિવારણ શાખાએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલ બંને આરોપીઓ – હરિયાણાનો 23 વર્ષિય ગુરમેલ બલજીત સિંહ અને ઉત્તર પ્રદેશનો 19 વર્ષિય ધર્મરાજ રાજેશ કશ્યપે પૂછપરછ દરમિયાન દાવો કર્યો કે તેઓ વર્તમાનમાં જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે. આ ગેંગ કથિત રીતે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ગોળીબારમાં પણ સામેલ હતી. જેની સાથે બાબા સિદ્દીકીનો નજીકનો સંબંધ છે.
અધિકારીઓ અનુસાર, આરોપીઓએ હત્યાની તૈયારીઓ માટે છેલ્લા 25-30 દિવસ સુધી આ વિસ્તારની રેકી કરી હતી. તપાસમાં એવી જાણકારી પણ સામે આવી છે કે, હુમલાખોરેને એડવાન્સમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને તેમને થોડા દિવસો પહેલા જ હથિયાર મળ્યા હતા.





