કેજરીવાલના ‘શીશ મહેલ’ પર The Indian Express ની ખબર બની ચૂંટણી મુદ્દો, પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર

Arvind Kejriwal residence Sheesh Mahal controversy: મોદીએ કહ્યું કે તેમણે 'શીશ મહેલ' માટે જંગી બજેટ ફાળવ્યું છે અને અખબારે અહેવાલ આપ્યો છે કે તેમણે ફાળવેલ બજેટ કરતાં લગભગ ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે.

Written by Rakesh Parmar
Updated : January 05, 2025 16:38 IST
કેજરીવાલના ‘શીશ મહેલ’ પર The Indian Express ની ખબર બની ચૂંટણી મુદ્દો, પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર
PM મોદીએ કહ્યું કે આપ-દા સરકાર પાસે દિલ્હી માટે કોઈ વિઝન નથી. (તસવીર: @BJP4India/X)

Kejriwal Sheesh Mahal CAG Audit Report: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ આવેલા CAGના રિપોર્ટને લઈને લડાઈ વધુ તેજ થઈ ગઈ છે. આ અહેવાલને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા જંગી ખર્ચને લઈને CAGનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જાહેર સભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે.

મોદીએ કહ્યું કે તેઓ ખોટો આરોપ લગાવે છે કે કેન્દ્ર સરકાર તેમને પૈસા નથી આપતી અને કામ કરવા દેતી નથી. તેમનો કાચનો મહેલ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે. એક અગ્રણી અખબારે કેગના રિપોર્ટના આધારે ‘શીશ મહેલ’ પર થયેલા ખર્ચનો ખુલાસો કર્યો છે. વડા પ્રધાને કહ્યું કે જ્યારે દિલ્હી કોવિડ-19 સામે લડી રહ્યું હતું ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન ‘શીશ મહેલ’ બનાવવા પર હતું.

મોદીએ કહ્યું કે તેમણે ‘શીશ મહેલ’ માટે જંગી બજેટ ફાળવ્યું છે અને અખબારે અહેવાલ આપ્યો છે કે તેમણે ફાળવેલ બજેટ કરતાં લગભગ ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે.

રેલી પહેલા વડાપ્રધાન મોદીએ સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધીના દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કોરિડોરના 13 કિમીના ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું અને સાહિબાબાદ સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી.

આ પણ વાંચો: ‘મારી પત્નીને પાઠ ભણાવજો…’, ગુજરાતમાં અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી

મોદીએ કહ્યું કે આપ-દા સરકાર જેની પાસે દિલ્હી માટે કોઈ વિઝન નથી, જેને દિલ્હીની પરવા નથી તે દિલ્હીનો વિકાસ કરી શકતી નથી. તેમણે કહ્યું કે દિલ્હીને આધુનિક બનાવવાનું તમામ કામ કેન્દ્રની ભાજપ સરકાર કરી રહી છે. મોદીએ કહ્યું કે દિલ્હી વિધાનસભામાં પણ કમળ ખીલશે. તેમણે કહ્યું કે માત્ર ભાજપ જ દિલ્હીને વિશ્વની શ્રેષ્ઠ રાજધાની બનવાનું ગૌરવ અપાવી શકે છે.

ંઅલકા લાંબાએ કહ્યું- કેજરીવાલે આગળ આવીને જવાબ આપવો જોઈએ

ભાજપે તેને માત્ર મુદ્દો જ બનાવ્યો નથી, દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અલકા લાંબાએ કહ્યું કે સંપૂર્ણ સંશોધન અને પુરાવાના આધારે એક અંગ્રેજી અખબારમાં માહિતી સામે આવી છે કે પોતાને સામાન્ય માણસ ગણાવતા મુખ્યમંત્રીએ કરદાતાઓના 33 કરોડ રૂપિયા તેમના સત્તાવાર નિવાસસ્થાન પર ખર્ચ્યા છે. લાંબાએ કહ્યું કે આ એ જ કેજરીવાલ છે જેણે કહ્યું હતું કે તે કોઈ બંગલો, કાર અને અન્ય સુવિધાઓ નહીં લે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાનું દુષણ! 10 વર્ષની બાળકીને ઈન્સ્ટાગ્રામ પર થયો પ્રેમ, પ્રેમીએ અપહરણ કરી લીધુ

અલકા લાંબાએ કહ્યું કે આ રિપોર્ટ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે જવાબ આપવો જ પડશે કારણ કે તેઓ ખૂબ જ આદર્શવાદી રાજનીતિની વાત કરતા હતા. લાંબાએ કહ્યું કે કેગએ અખબારના આ અહેવાલને મંજૂરી આપી છે અને કેજરીવાલે આગળ આવીને જવાબ આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે અલકા લાંબા દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. મુખ્યમંત્રી આતિશી આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જ્યારે ભાજપે તેના હેવીવેઇટ નેતા અને પૂર્વ સાંસદ અને દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી બે વખતના સાંસદ રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. દિલ્હીમાં 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી.

શું છે CAGના રિપોર્ટમાં?

CAGના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનનું નવીનીકરણ સૂચિત ખર્ચ કરતાં ત્રણ ગણા ખર્ચે કરવામાં આવ્યું હતું. કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સરકારી મકાનનું સમારકામ સાર્વજનિક બાંધકામ વિભાગે કરાવ્યું હતું. ઓડિટ રિપોર્ટ અનુસાર, રિનોવેશનનો ખર્ચ શરૂઆતમાં 7.91 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ