Supreme Court: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરીની સજા સમીક્ષા બોર્ડને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે આ ફટકાર અદાલતના પૂર્વ નિર્દેશ હોવા છતા એક દોષીની માફી અરજી પર વિચાક કરવામાં અસફળ રહેવા પર લગાવી છે. સાથે જ સખત ચેતવણી પણ આપી છે.
લાઈવ લો ની રિપોર્ટ અનુસાર, મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એસ ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની ખંડપીઠે સોમવારે જેલ મહાનિરીક્ષકને બોર્ડની કાર્યશૈલીને સ્પષ્ટ કરતા એક હલફનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે સખત નારાજગી વ્યક્ત કકી. સાથે જ ચેતવણી આપી કે તે કોર્ટના આદેશના ઉલ્લંઘન માટે ગૃહ મંત્રી સહિત બોર્ડના સદસ્યો વિરૂદ્ધ ઉલ્લંઘનની કાર્યવાહી શરૂ કરશે.
નારાજગી વ્યક્ત કરતા ડિવિઝન બેન્ચે કહ્યું કે અમે તેમને (ગૃહમંત્રી)ને તિરસ્કારની નોટિસ જારી કરીશું. અમે સજા સમીક્ષા બોર્ડના તમામ સભ્યોને તિરસ્કારની નોટિસ જારી કરીશું. અમે ગૃહમંત્રીને અહીં લાવીશું. જો કોર્ટના આ આદેશને હળવાશથી લેવામાં આવશે તો અમે ગૃહમંત્રીને અહીં લાવીશું.
આ કેસ પિટિશનર કરુણા ઉર્ફે મનોહરનની અરજી સાથે સંબંધિત છે, જેણે હત્યાના કેસમાં 24 વર્ષથી વધુની જેલની સજા ભોગવ્યા બાદ માફી માંગી હતી. અરજદારને સતીશ સહિત અન્ય સહ-આરોપીઓ સાથે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા જાન્યુઆરી 2024 માં પ્રતિરક્ષા આપવામાં આવી હતી, તેને અકાળે મુક્ત કરવાનો ઇનકાર કરવાના બોર્ડના નિર્ણયને ઉથલાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પાન મસાલાની જાહેરાત કરનારા બોલિવૂડ કલાકોરેને લઈ વિકાસ દિવ્યકીર્તિનું ઈન્ટરવ્યૂ
જાન્યુઆરીના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે 27 ઓગસ્ટ, 2024 ના રોજ બોર્ડને સતીશને આપવામાં આવેલી રાહત અંતર્ગત કરુણાના કેસ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે અરજદારના કેસને લગતા ફકરા 16 પર ધ્યાન કેન્દ્રિત કરતી બોર્ડની તાજેતરની બેઠકની મિનિટ્સની સમીક્ષા કરી હતી. તેમાં જાણવા મળ્યું છે કે 25 જાન્યુઆરીના આદેશના સંદર્ભના અભાવને ધ્યાનમાં રાખીને બોર્ડ કરુણાની માફીની અરજીનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સહ-આરોપીના કેસમાં આ અદાલત દ્વારા 25મી જાન્યુઆરી, 2024ના રોજ આપેલા આદેશના પ્રકાશમાં આ કોર્ટનો નિર્દેશ વર્તમાન અરજદારના કેસ પર પુનર્વિચાર કરવાનો હતો. કમનસીબે, મિનિટ્સથી અમને જણાવે છે કે 25 જાન્યુઆરી, 2024 ના આદેશ પર કોઈ વિચારણા કરવામાં આવી નથી.
કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટીએ સજા સમીક્ષા બોર્ડે 27/08/2024 ના રોજ આ કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે, જેના માટે સજા સમીક્ષા બોર્ડે સ્પષ્ટતા આપવી જોઈએ. અમે જેલના મહાનિરીક્ષકને જે સજા સમીક્ષા બોર્ડના સભ્ય સચિવ છે આચરણને સમજાવતું સોગંદનામું દાખલ કરવા માટે નિર્દેશ આપીએ છીએ.
કોર્ટે બોર્ડની ગેર-અનુપાલન અને અરજદારની લાંબી કેદને ધ્યાનમાં રાખીને કરુણાને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે આદેશ આપ્યો કે તેને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે જે રાજ્યના સરકારી વકીલોને સાંભળ્યા બાદ યોગ્ય શરતો હેઠળ કામચલાઉ જામીન પર મુક્ત કરશે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 10 જાન્યુઆરી 2025ના રોજ કરશે. આ ઉપરાંત જેલના મહાનિરીક્ષકને પણ 6 જાન્યુઆરી, 2025 સુધીમાં કોર્ટમાં પોતાનું સોગંદનામું દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.