Dharm Sansad in Mathura: યુપીમાં મથુરાના વૃંદાવનમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા છે. ધર્મ સંસદમાં સંતોએ સરકાર પાસે ઘણી માંગો પર અમલ કરવાની માંગ કરી છે. ધર્મ સંસદમાં કૃષ્ણ જન્મભૂમિ પરિસરથી શાહી ઈદગાહ તથા મીના મસ્જીદને હટાવવાની માંગ કરવામાં આવી. આ સિવાય લવ જેહાદ વિરૂદ્ધ પણ પ્રસ્તાવ પાસ કરવામા આવ્યો છે.
ધર્મ સંસદમાં શ્રીકૃષ્ણ સાધક ટ્રસ્ટના સભાગારમાં આયોજીત સભામાં અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાના ઉપાધ્યક્ષ બિહારી લાલ વરિષ્ઠે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સંપૂર્ણ બ્રજ મંડળને તીર્થસ્થળ ઘોષિત કરવાની માંગ રાખવામાં આવી છે. આ સાથે જ આખા બ્રજમાં ઈંડા, માંસ, દારુ વગેરેના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ધર્મ સંસદની અધ્યક્ષતા કરી રહેલ પીપા દ્રારાચાર્ય બલરામે દેશી ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવાની માંગ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે જેમ મહારાષ્ટ્ર એ ગાયને રાજ્ય માતા જાહેર કરી છે ઠીક તે પ્રકારે જ ઉત્તર પ્રદેશની સરકારે પણ દેશી ગાયને સમાન દરજ્જો આપવો જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી
ધર્મ સંસદમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ કહ્યું કે, ધર્મ સંસદમાં જે પ્રસ્તાવ પ્રાપ્ત થયા છે તેને રાજ્ય તથા કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. સરકારોને આ પ્રસ્તાવને ખુબ જ જલદી પૂર્ણ કરવાની માંગ કરાશે. ધર્મ સંસદમાં સંત સ્વામી રમેશાનંદ ગીરીએ કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર, સમાન શિક્ષા, જનસંખ્યા નિયંત્રણ, લવ જેહાદ નિયંત્રણ વગેરે કાયદા તત્કાલ પ્રભાવથી લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ જગન દાસ રાઠોરે નમાઝને તાત્કાલિક બંધ કરાવવા અને શાહી ઈદગાહનો જલ્દીમાં જલદી સર્વે કરાવવાની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ સાથે જોડાયેલ મામલો હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટે આ મામલે એક સાથે સુનાવણી કરી રહ્યું છે. જેમાં શાહી ઈદગાહ મસ્જીદનો સર્વે કરાવવાની અરજી પણ સામેલ છે. હિંદુ પક્ષે મસ્જીદ પર પોતાના માલિકીના હકને લઈ અરજી દાખલ કરી છે. ત્યાં જ એક અરજી પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ સાથે પણ જોડાયેલ છે.