જ્યારે કોઈ અંગ્રેજ હિન્દીમાં બોલે છે ત્યારે આપણને ભારતીયો ખૂબ જ પસંદ આવે છે. હિન્દી બોલતો વિદેશી પણ આપણને હસાવે છે. ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે, તેથી મોટાભાગના વિદેશીઓ તે બોલતા શીખે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશમાં લોકો હવે ભારતીય પ્રાદેશિક ભાષાઓ પણ બોલતા શીખી રહ્યા છે. આવો જ એક વીડિયો ઓનલાઈન ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો વિયેતનામનો છે જ્યાં એક વ્યક્તિએ પહેલા હિન્દીમાં અને પછી ગુજરાતીમાં “મજા માં છુ” કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ભારતીય ગ્રુપ સાથે વાતચીત કરતો વિયતનામી
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિયતનામમાં એક સ્ટોરકીપર કેટલાક ભારતીયો સાથે વાતચીત કરી રહ્યો છે. વીડિયોમાં તે છોકરાને પહેલા હિન્દીમાં વાત કરતો જોઈ શકાય છે. જેના પછી તેને ગુજરાતીમાં કંઈક બોલતા સાંભળી શકાય છે. વિયતનામી વ્યક્તિએ પોતાની ભાષા પ્રતિભાથી ભારતીય પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વીડિયોમાં ભારતીય લોકોનું એક ગ્રુપ તે વ્યક્તિ સાથે અંગ્રેજીમાં પણ વાતચીત કરે છે. વીડિયોમાં તે વ્યક્તિને તેવું કહેતા પણ સાંભળી શકાય છે નમસ્કાર. તેના પછી તે વ્યક્તિ ગુજરાતીમાં બોલવાની કોશીશ કરે છે.
આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો
વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય લોકોના ગ્રુપથી એક વ્યક્તિ કહે છે કે ‘કેમ છો’? આવું કહીને તે અભિવાદન કરે છે તો વિયતનામી વ્યક્તિ હસીને જવાબ આપે છે, ‘મજામાં છું’.આ લાંભળીને દરેક વ્યક્તિ એક બીજા સામે જોવે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો bearded__Daddy નામના યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે,”પહેલા હિન્દી, પછી ગુજરાતી… વિયતનામમાં આ ક્ષણે સૌ કોઈને ચોંકાવી દીધા.”
આ પણ વાંચો: ભારતીય પ્રવાસી પાસેથી અફઘાનિસ્તાનમાં દુકાનદારે ના લીધા પૈસા, કહ્યું- “તમે મહેમાન છો”
આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે 70 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. આ વીડિયો પર યુઝર્સ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.





