ખેડૂતો માટે સારા સમાચાર? આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા, પરંતુ વૈજ્ઞાનિકો આ કારણે ચિંતિત

weather report: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે આ ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે.

weather report: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે આ ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
weather, weather report, weather Update, monsoon season,

આ વર્ષે ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. (તસવીર: Canva)

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે આ ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે સિઝન દરમિયાન અલ નીનો સ્થિતિની શક્યતાને પણ નકારી કાઢી હતી.

Advertisment

હવામાન વિભાગના વડાએ શું કહ્યું?

IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "ભારતમાં ચાર મહિનાના ચોમાસા ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ સરેરાશ 87 સેમીના 105 ટકા રહેવાની ધારણા છે". તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ સાથે સંકળાયેલ અલ નીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા નથી.

weather, weather report, weather Update, monsoon season,
દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2025 માટે સંભવિત વરસાદની આગાહી, સ્ત્રોત: ભારતીય હવામાન વિભાગ (IMD).

તમને જણાવી દઈએ કે દેશના કેટલાક ભાગો પહેલાથી જ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં મોટી સંખ્યામાં ગરમીના મોજા આવવાની શક્યતા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે.

Advertisment

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં'પ્રાણ ફૂંક્તો પ્લાન' બનાવ્યો, જેની શરૂઆત PM નરેન્દ્ર મોદીના ગુજરાતથી થશે

ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે લગભગ 42.3 ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે. દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં કૃષિનો ફાળો 18.2 ટકા છે. શુદ્ધ ખેતીલાયક વિસ્તારમાં 52 ટકા લોકો વરસાદ પર આધાર રાખે છે. તે દેશભરમાં વીજ ઉત્પાદન માટે તેમજ પીવાના પાણી માટે મહત્વપૂર્ણ જળાશયોને ફરીથી ભરવા માટે મહત્વપૂર્ણ છે. તેથી, ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી દેશ માટે મોટી રાહત સમાન છે.

વૈજ્ઞાનિકો શા માટે ચિંતિત છે?

આબોહવા વૈજ્ઞાનિકો કહે છે કે વરસાદી દિવસોની સંખ્યા ઘટી રહી છે જ્યારે ભારે વરસાદની ઘટનાઓ (ટૂંકા ગાળામાં ભારે વરસાદ) વધી રહી છે. આના કારણે વારંવાર દુષ્કાળ અને પૂર આવે છે.

ચોમાસું india આજનું હવામાન અપડેટ દેશ