ટ્રમ્પ પ્રશાસનની એડવાઈઝરી, ‘પાકિસ્તાનના લાહોર અને પંજાબને તાત્કાલિક છોડે અમેરિકન નાગરીક’

અમેરિકાએ હમણાં જ પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં દરેકને પાકિસ્તાનના લાહોર અને પંજાબ છોડવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે કાં તો તેમણે લાહોર છોડવું જોઈએ અથવા સલામત સ્થળે જવું જોઈએ.

Written by Rakesh Parmar
May 08, 2025 16:16 IST
ટ્રમ્પ પ્રશાસનની એડવાઈઝરી, ‘પાકિસ્તાનના લાહોર અને પંજાબને તાત્કાલિક છોડે અમેરિકન નાગરીક’
પાકિસ્તાનમાં યુએસ દૂતાવાસ અને કોન્સ્યુલેટની એડવાઈઝરી. (તસવીર: X)

Operation Sindoor: ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં 6-7 મેની રાત્રે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો હશે પરંતુ તેણે હજુ સુધી ઓપરેશન સિંદૂર સમાપ્ત કરવાની જાહેરાત કરી નથી. તેનાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. ગુરુવારે પણ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ગોળા અને મોર્ટાર છોડ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે.

આ પહેલા 6-7 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં હાફિઝ સઈદ, મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓનો પણ નાશ કર્યો છે. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓ પર ભારે બોમ્બમારાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ભારત પાસેથી આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. અહીં ભારતીય સેના પણ પાકિસ્તાનને જવાબ આપવા માટે તૈયાર છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ભારતના હુમલા પર મોટું નિવેદન આપતા કહ્યું – ભારતે જેવા સાથે તેવું કર્યું.

અમેરિકાએ એડવાઈઝરી જારી કરી

અમેરિકાએ હમણાં જ પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં દરેકને પાકિસ્તાનના લાહોર અને પંજાબ છોડવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે કાં તો તેમણે લાહોર છોડવું જોઈએ અથવા સલામત સ્થળે જવું જોઈએ.

પાકિસ્તાનમાં યુએસ દૂતાવાસ અને કોન્સ્યુલેટની એડવાઈઝરી અનુલસાર, “લાહોરમાં ડ્રોન વિસ્ફોટ, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને સંભવિત હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરીના અહેવાલોને કારણે, લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને તેમના ઘરમાં આશ્રય લેવાનો નિર્દેશ આપ્યો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી રહ્યા છે. જે અમેરિકન નાગરિકો સક્રિય સંઘર્ષના વિસ્તારમાં છે તેઓએ જો સુરક્ષિત રીતે તેમ કરી શકે તો તેઓએ ત્યાંથી નીકળી જવું જોઈએ. જો ત્યાંથી નીકળવું સલામત ન હોય, તો તેઓએ ત્યાં આશ્રય લેવો જોઈએ”.

આ પણ વાંચો: ગુજરાત સરહદ નજીક ડ્રોન પડયુા બાદ થયો વિસ્ફોટ, પોલીસ અને વાયુસેનાએ તપાસ શરૂ કરી

પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તાજેતરના રાષ્ટ્રીય સુરક્ષા વિકાસને ધ્યાનમાં રાખીને દેશની તૈયારીઓ અને મંત્રાલયો વચ્ચે સંકલનની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો હતો જેથી કાર્ય સરળતાથી ચાલુ રહે અને સંસ્થાકીય મજબૂતાઈ જળવાઈ રહે. તેમણે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે મંત્રાલયોના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ