/indian-express-gujarati/media/media_files/2026/01/15/cobra-bite-man-2026-01-15-16-11-37.jpg)
વીડિયો વાયરલ 6 ફૂટ કોબ્રાએ વૃદ્ધને ડંખ માર્યો. Photograph: (સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં 50 વર્ષના એક વૃદ્ધને 6 ફૂટ લાંબા કોબ્રા સાપ સાથે રમવાનું ખૂબ જ ભારે પડી ગયું. આની કિંમત તેને જીવ ગુમાવીને ચૂકવવી પડી. કોબ્રા સાપે આ વ્યક્તિને ત્રણ વાર ડંખ માર્યો, જેના કારણે તેનું મોત થયું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામપુર જિલ્લાના બિલાસપુર તાલુકાના પિપલિયા ગોપાલ ગામમાં 50 વર્ષના રાજ સિંહે 6 ફૂટ લાંબો કોબ્રા પકડ્યો હતો. સાપને પકડ્યા બાદ તેણે તેની સાથે રમવાનું શરૂ કર્યું જે ખતરનાક સાબિત થયું. આ દરમિયાન ગ્રામજનોએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સમજ્યો નહીં.
કોબ્રાએ રાજ સિંહને ત્રણ વાર ડંખ માર્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજ સિંહ ખેતરની બાજુમાં બેઠો છે અને તેના ગળામાં કોબ્રા સાપ છે. રાજ સિંહ ઝેરી કોબ્રા સાથે રમી રહ્યો છે. ક્યારેક સાપ તેના ગળામાં આવે છે તો ક્યારેક તેના માથા પર રહે છે. રાજ સિંહની આસપાસ લોકોની ભીડ છે જે તેને સાપને હટાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે માનતો નથી અને આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું.
50 साल के राज सिंह ने सड़क पर 6 फुट के जहरीले कोबरा को पकड़ लिया 🐍
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 14, 2026
लोग मना करते रहे, पर वो सांप को गले में डालकर करतब दिखाने लगे 😳
कोबरा ने तीन बार डस लिया…
जहर इतनी तेजी से फैला कि अस्पताल पहुँचने से पहले ही हालत बिगड़ गई।
डॉक्टरों ने पहुँचते ही मृत घोषित कर दिया pic.twitter.com/5l6nunRF6Z
રાજ સિંહની માનસિક સ્થિતિ સારી નહોતી
કહેવામાં આવી રહ્યું છે કે રાજ સિંહની માનસિક સ્થિતિ સારી નહોતી. તેના લગ્ન પણ થયા ના હતા. તે કેટલાય કલાકો સુધી સાપ સાથે રમતો રહ્યો. આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું, ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ, ત્યારબાદ ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સાપ સાથે રમતી વખતે રાજ સિંહ વારંવાર પોતાને બહાદુર ગણાવી રહ્યો હતો. આ ડ્રામા તેના માટે ભારે સાબિત થયું અને તે સાપના ડંખને કારણે મૃત્યુ પામ્યો.
અમેરિકાએ ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ ઉતારી 'પોતાની ઈન્ડિયા 11', પ્રથમ મેચમાં જ મોટી ગેમ!
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
આ વીડિયો 14 જાન્યુઆરીએ @mktyaggi નામના એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોને 1.5 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકો રાજ સિંહની મૂર્ખતા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે મૂર્ખતા અને બહાદુરીમાં ફરક છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે મૂર્ખ બહાદુરી બતાવવાની પ્રક્રિયામાં… સાપ સાથે રમવાનું પરિણામ એ આવ્યું કે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અન્ય એક યુઝરે તેના ઘરમાં બનેલી આવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. યુઝરે લખ્યું છે કે દારૂના નશામાં મારા કાકાએ પણ આવું જ કંઈક કર્યું હતું, બધાએ તેમને ના કહ્યું, પરંતુ તેઓ તેમના ગળામાં સાપ લઈને ફરતા રહ્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us