US Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ રિપબ્લિક અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટક્કર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્વાસથ્ય પર સવાલો ઉઠાવ્યા હતા પરંતુ હવે કમલા હૈરિસ તરફથી ટ્રમ્પને નિશાના પર લીધા છે. માત્ર એટલુ જ નહીં કમલા હૈરિસે પોતાની મેડિકલ રિપોર્ટ રજૂ કરી છે, જેમાં કમલા હૈરિસના ડોક્ટરે સ્પષ્ટ કર્યું છે કે કમલા હૈરિસ સંપૂર્ણ રીતે સ્વસ્થછે.
ખરેખરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે કહ્યું છે કે, શનિવારે મારા ડોક્ટર તરફથી એક મેડિકલ રિપોર્ટ આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હૈરિસ બિલ્કુલ સ્વસ્થ છે અને અમેરિકાના ઉચ્ચ પદ માટે ફિટ છે. જેથી તે પોતાના રિપબ્લિક પ્રતિદ્વંદી ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુકાબલો કરી શકે.
કમલા હૈરિસે કેમ જાહેર કરી મેડિકલ રિપોર્ટ
કમલા હૈરિસના સહયોગી દ્વારા આ મામલે કહેવામાં આવ્યું છે કે, કમલા હૈરિસે પોતાની મેડિકલ રપોર્ટ જાહેર કરી છે કારણ કે ટ્રમ્પ પણ આવું કરે. તમને જણાવી દઈએ કે, કમલા હૈરિસની ઉંમર 59 વર્ષ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષના છે.
આ પણ વાંચો: ઈઝરાયલે લેબનોનની 100 વર્ષ જૂની મસ્જિદને નિશાન બનાવી, ઘણા દેશોએ નેતન્યાહૂને ઘેર્યા
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કમલા હૈરિસની મેડિકલ રિપોર્ટ સામે રાખવી એક વિચારેલી રણનીતિ માનવામાં આવે છે કારણ કે ટ્રમ્પ કમલા હૈરિસ કરતા ઉંમરમાં વધુ છે. આવામાં ડેમોક્રેટિક પાર્ટી હવે ટ્રમ્પનો જ દાવ તેના પર ચલાવી રહ્યા છે.
કમલા હૈરિસ અને ડેમોક્રેટિક પાર્ટીનુ પ્લાનિંગ શું હોય શકે છે?
તમને જણાવી દઈએ કે, કમલા હૈરિસ ડેમોક્રેટિક્સ તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની ન હતી ત્યારે જો બાઈડેન ઉમેદવાર હતા અને તેમની ઉંમર ટ્રમ્પથી વધુ હતી તો ટ્રમ્પે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને લઈ બાઈડેન પર હુમલાવર રહેતા હતા. હવે આવામાં કમલા હૈરિસ, ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમરને નિશાના પર લઈ રહ્યા છે.





