/indian-express-gujarati/media/media_files/2026/01/12/doland-trump-photo-2026-01-12-01-07-52.jpg)
રાડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સામે સૈન્ય અભિયાન ચાર-પાંચ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. Photograph: (Express file photo)
US-Israel-Iran War Updates : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન તેમની સાથે વાતચીત કરવા માંગે છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ઈરાનની એર ડિફેન્સ, એરફોર્સ, નેવી અને લીડરશિપ ખતમ થઈ ગઈ છે. આ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલથી તરફથી સતત ઇરાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે ઇરાન પણ આ હુમલાઓનો જોરદાર જવાબ આપી રહ્યું છે.
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સામે સૈન્ય અભિયાન ચાર-પાંચ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા પાસે આના કરતા વધુ સમય સુધી સૈન્ય કાર્યવાહી કરવાની ક્ષમતા છે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે પરમાણુ હથિયારો અને લાંબા અંતરની મિસાઇલોથી સજ્જ ઇરાન માત્ર મધ્ય પૂર્વ માટે જ નહીં પરંતુ અમેરિકન લોકો માટે પણ ખતરો સાબિત થશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા ઈરાનને રોકવા માટે સતત દબાણ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકન સૈનિકોને જમીન પર મોકલવાની શક્યતાને નકારી કાઢી ન હતી.
યુ.એસ.-ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી યથાવત્
ઇરાન વિરુદ્ધ યુએસ-ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી સતત ચોથા દિવસે ચાલુ છે અને તે બંધ થવાના કોઈ સંકેત લાગતા નથી. ઇઝરાયેલે કહ્યું છે કે તેની વાયુસેનાએ ઈરાનમાં ઘણા મહત્વપૂર્ણ સરકારી મથકો પર હુમલો કર્યો છે. જવાબમાં ઇરાને ઇઝરાયેલ અને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો - ઇરાનનો દાવો - 27 વર્ષમાં પહેલી વખત અમેરિકી લડાકુ વિમાન તોડી પાડ્યું, અમેરિકાએ કહ્યું - ફ્રેન્ડલી ફાયર ઘટના
યુદ્ધ વચ્ચે ઈરાની રેડ ક્રિસેન્ટ સોસાયટીએ કહ્યું છે કે ઇરાનમાં અત્યાર સુધીમાં ઇઝરાયલ અને યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે. શનિવારે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઇરાન પર થયેલા હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના મોત પછી મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધ્યો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us