Uttar Pradesh Assembly: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સવારે (4 ફેબ્રુઆરી) બજેટ સત્ર શરૂ થયું અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ વિધાનસભામાં બનેલી એક ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક ઘટના બની જ્યાં એક ધારાસભ્યએ પાન મસાલા ખાધા બાદ ત્યાં થુક્યા. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ ઘટના માટે સંબંધિત ધારાસભ્યને કડક ઠપકો આપ્યો. વિધાનસભાના અધ્યક્ષે પણ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ ગૃહમાં બનેલી ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને તેને અનુશાસનહીન ગણાવી. વળી સતીશ મહાનાએ કહ્યું,”વિધાનસભામાં પાન મસાલા ખાધા પછી થુંકનાર ધારાસભ્ય કોણ છે? અમે તેમને સીસીટીવીમાં જોયા છે. જોકે હવે હું ગૃહમાં તેમનું નામ સીધું જણાવીને તેમનું અપમાન નહીં કરું”. હિન્દુસ્તાન ટાઈમ્સે આ સમાચાર આપ્યા છે.
ખરેખરમાં શું થયું?
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે એક ધારાસભ્યએ કથિત રીતે પાન મસાલો ખાધો અને ગૃહમાં પિચકારી મારી હતી. વિધાનસભાના અધ્યક્ષે આ ઘટના પર કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી. સતીશ મહાનાએ આ કૃત્ય કરનાર ધારાસભ્યને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ કહ્યું, “મને એક ઘટના વિશે જાણ કરવામાં આવી હતી જ્યાં વિધાનસભાના એક સભ્યએ પાન મસાલા ખાધો અને ગૃહમાં પીચકારી મારી. તે પછી મેં જાતે જ તે વિસ્તાર સાફ કરાવ્યો. અમે વીડિયો દ્વારા એ પણ જોયું છે કે સંબંધિત ધારાસભ્ય કોણ છે.”
આ પણ વાંચો: હવામાન વિભાગનું સૌથી મોટું અપડેટ; આ વખતે ગરમી ભુક્કા બોલાવશે, 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
“હવે હું ગૃહમાં સીધા ધારાસભ્યનું નામ લઈને તેમનું અપમાન નહીં કરું. ગૃહમાં તેમનું નામ લેવું અપમાનજનક હશે, તેથી હું તેમનું નામ લેવાનું ટાળી રહ્યો છું. પરંતુ હું બધા સભ્યોને વિનંતી કરું છું કે જો તેઓ કોઈને આવું કરતા જુએ તો તેમને તાત્કાલિક રોકે. આ બધા ધારાસભ્યોની જવાબદારી છે. “હવે આ કરનાર ધારાસભ્ય આવીને મને મળે તો સારું રહેશે, નહીં તો મારે તેમને ફોન કરવો પડશે”, સતીશ મહાનાએ ચેતવણી આપી. દરમિયાન, વિપક્ષે આ ઘટના માટે સંબંધિત ધારાસભ્યની ટીકા કરી છે.





