ઉત્તરાખંડના ગંગોત્રી ધામ મંદિરમાં બિન હિન્દુ માટે No Entry, કેદારનાથ બંદ્રીનાથમાં પણ થઇ શકે છે પ્રવેશ બંધ

Uttarakhand News: ઉત્તરાખંડના શ્રી ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે આ નિર્ણય મુજબ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. હરિદ્વાર ઋષિકેશને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની માંગ કરાશે.

Uttarakhand News: ઉત્તરાખંડના શ્રી ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે આ નિર્ણય મુજબ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. હરિદ્વાર ઋષિકેશને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની માંગ કરાશે.

author-image
Ajay Saroya
New Update
Gangotri Dham Temple | char dham temple

Gangotri Dham Temple : ઉત્તરાખંડમાં સ્થિત હિન્દુ ધર્મના ચાર ધામ મંદિરમાં ગંગોત્રી ધામ મંદિર પણ સામેલ છે. Photograph: (Social Media)

Gangotri Dham Temple No Emtry For Non Hindus: ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામમાં પણ આવો પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. રવિવારે મળેલી શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisment

આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ પર જ નહીં પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે આ નિર્ણય મુજબ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે.

આ દરમિયાન, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મંદિર સમિતિ હેઠળના બંને ધામ અને તમામ મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આગામી બોર્ડ મીટિંગમાં રજૂ કરવામાં આવશે.

હરિદ્વાર અને ઋષિકેશને સનાતન પવિત્ર નગર જાહેર કરવામાં આવશે

આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે. કેટલાક સંતો અને ગંગા સભા (જે મુખ્ય હર-કી પૌડી ઘાટની જાળવણી માટે જવાબદાર છે) ની વિનંતીઓના જવાબમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ બંનેને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

Advertisment

કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ

આ પહેલા માર્ચ 2025માં, કેદારનાથ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશા નૌટિયાલે માંગ કરી હતી કે મંદિર પરિસરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

આ પણ વાંચો | ભારતના પડોશી દેશના નાગરિકો માટે અમેરિકા જવું મુશ્કેલ, વિઝા માટે ₹ 5 લાખના બોન્ડ ફરજિયાત

આશા નૌટિયાલે જણાવ્યું હતું કે, કેદારનાથમાં યાત્રાના સંચાલનને લઈને તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. કેટલાક લોકોએ મુદ્દો ઉઠાવ્યો હતો કે કેટલીક એવી ઘટનાઓ છે જેનું ધ્યાન ગયું નથી. હું એ વાતથી પણ માનું છું કે કેદારનાથ ધામની છબીને નુકસાન પહોંચાડે તેવું કામ જો કેટલાક લોકો કરી રહ્યા છે તો આવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. નૌટિયાલે આરોપ લગાવ્યો કે આ લોકો કથિત બિન હિન્દુ છે જે મંદિરને બદનામ કરવા આવે છે અને આવી ગતિવિધિઓમાં સામેલ છે.

દેશ ચાર ધામ યાત્રા ઉત્તરાખંડ