વીર બાળ દિવસ 26 ડિસેમ્બરે કેમ મનાવાય છે, જાણો વીરતાની કહાની

Veer Bal Diwas 2025 : વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરવામાં આવે છે

Veer Bal Diwas 2025 : વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરવામાં આવે છે

author-image
Ashish Goyal
New Update
Veer Bal Diwas 2025

Veer Bal Diwas 2025 : વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે Photograph: (સોશિયલ મીડિયા)

Veer Bal Diwas 2025 : વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.

Advertisment

વીર બાળ દિવસ 26 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે

વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે. 

26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવર સિંહ (9 વર્ષ) અને બાબા ફતેહ સિંહે (7 વર્ષ) મુગલો સામે ઝુકવાનો ઇન્કાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો. જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બન્નેને જીવતા ચણી લીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

વીર બાળ દિવસ ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શીખ ધર્મના છેલ્લા અને દશમાં ગુરુ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. 

Advertisment

આ પણ વાંચો - ઓડિશાના કંધમાલમાં એક કરોડનો ઇનામી રકમ વાળો નક્સલી ગણેશ ઉઇકે ઠાર

નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે.

આજના દિવસનો ઇતિહાસ દેશ