/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/centipede-in-IRCTC-meal.jpg)
ભારતીય રેલવેમાં ખાદ્ય સ્વચ્છતાનો મુદ્દો ખુબ જ લાંબા સમયથી ચિંતાનો વિષય છે. (તસવીર: @aaraynsh X Post)
Centipede in IRCTC meal : ટ્રેનમાં ભીડ અને જમવામાં ગડબડીને લઈ અવારનવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતી રહે છે. તાજા મામલામાં દિલ્હીના એક શખ્સે તાજેતરમાં IRCTSના ભોજનમાં એક જીવતો કાનખજૂરો મળ્યાનો આરોપ લગાવ્યો છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ભોજન સામગ્રીના મુદ્દાને ઉજાગર કર્યો છે. આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને લોકો તેને ભારતીય રેલવેની લાપરવાહીનો મામલો ગણાવી ખરાખોટી સંભળાવી રહ્યા છે.
આર્યંશ સિંહ IRCTC VIP એક્ઝીક્યૂટિવ લોંઝમાં જમી રહ્યા હતા ત્યારે જ તેમણે પોતાના રાયતામાં કાનખજૂરાને તરતો જોયો. તેમણે તેની એક તસવીર લીધી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેને શેર કરી. આ પોસ્ટના જવાબમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં હાલના વર્ષોમાં ભારતીય રેલવે દ્વારા ખાવાની ગુણવત્તામાં સુધાર કરવામાં આવ્યો છે.
આર્યંશ એ X પર લખ્યું,"હાં, નિશ્ચિંત રીતે, ભારતીય રેલવેના ખાવાની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. હવે તેઓ વધુ પ્રોટીવનવાળું ખાવા આપી રહ્યા છે." તેમણે પોતાના ભોજનમાં તરતા કાનખજૂરાની તસવીર શેર કરી છે. ફોલોઅપ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, તેમણે ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC) દ્વારા સંચાલિત VIP લોંઝમાં ભોજન કરતા સમયે આ કિડાને પોતાના ભોજનમાં જોયો.
આર્યંશે લખ્યું,"લોકો પાગલ છે. મને IRCTC લોંઝમાંથી એક પરોસવામાં આવેલા ખાવામાં જીવતો કિડો મળ્યો. હું ઉભો છું અને તમામ લોકોને મારૂં ભોજન ચેક કરવા માટે જણાવ્યું, તમામ લોકો તેને જોવા આવ્યા. પ્રશાસન પર સ્વચ્છ સ્થિતિઓ માટે ગુસ્સો કર્યો અને પછી તે જ ખાવાનું ખાવા લાગ્યા."
IRCTC એ આપ્યો જવાબ
ભારતીય રેલવેમાં ખાદ્ય સ્વચ્છતાનો મુદ્દો ખુબ જ લાંબા સમયથી ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આર્યંશની પોસ્ટ પર કોમેન્ટ કરતા આ મામલે ફરિયાદ દાખલ કરવાની સલાહ આપી રહ્યા છે. ત્યાં જ IRCTC એ આ મુ્દ્દાને જોવાનો વાયદો કર્યો છે. IRCTC એ આધિકારીક X એકાઉન્ટથી જવાબ આપ્યો છે. "સર, અસુવિધા માટે ખેદ છે. કૃપા કરીને તાત્કાલિક કાર્યવાહી માટે રસીદ/બુકિંગની માહિતી, સ્ટેશનનું નામ અને મોબાઈલ નંબર શેર કરશો."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us