વાઘે પોતાના જ માલિકનો કર્યો શિકાર, જેની દરેક વાત માની તેને જીવતો ખાઈ ગયો; ભયાનક ઘટના

Tiger Killed trainer Viral News: આ સમાચાર ખરેખર પ્રાણીઓ પાળવાનું પસંદ કરનારાઓ માટે આઘાતજનક છે. રાયન ઇઝલી નામના વાઘ સંભાળનારનું અમેરિકાના ઓક્લાહોમામાં આવેલા ગ્રોલર પાઇન્સ ટાઇગર પ્રિઝર્વમાં દુઃખદ મૃત્યુ થયું છે.

Written by Rakesh Parmar
September 23, 2025 18:53 IST
વાઘે પોતાના જ માલિકનો કર્યો શિકાર, જેની દરેક વાત માની તેને જીવતો ખાઈ ગયો; ભયાનક ઘટના
રાયન ઇઝલી જેને ટાઇગર કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને વાઘે મારી નાખ્યો હતો.

Tiger Killed trainer Viral News: આ સમાચાર ખરેખર પ્રાણીઓ પાળવાનું પસંદ કરનારાઓ માટે આઘાતજનક છે. રાયન ઇઝલી નામના વાઘ સંભાળનારનું અમેરિકાના ઓક્લાહોમામાં આવેલા ગ્રોલર પાઇન્સ ટાઇગર પ્રિઝર્વમાં દુઃખદ મૃત્યુ થયું છે. અહેવાલો અનુસાર ગયા શનિવારે રાયન ઇઝલી પર તેના જ પાલતુ વાઘે હુમલો કર્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. આ સમાચાર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાયનની દરેક વાત માનનારા વાઘે તેનો જીવ લઈ લીધો હતો.

આ ઘટનાએ ખાસ કરીને સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ પાળવાના શોખીન લોકોને આઘાત પહોંચાડ્યો છે. દુબઈમાં ઘણા લોકો છે જે સિંહ, ચિત્તા અને વાઘ પાળે છે.

તે વાઘ જેવા પ્રાણીઓ સાથે દોસ્ત દેવું વર્તન કરતો હતો

રાયન ઇઝલી જેને ટાઇગર કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને વાઘે મારી નાખ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી તે ગ્રોલર પાઇન્સ ટાઇગર પ્રિઝર્વમાં વાઘ સહિત વિવિધ જંગલી પ્રાણીઓને તાલીમ આપવામાં સામેલ હતો. તે વાઘ સાથેના તેના રમતિયાળ અને મસ્તીભર્યા વર્તન માટે પ્રખ્યાત હતો. રાયનની સંભાળ હેઠળ જંગલી પ્રાણીઓ પણ પાલતુ પ્રાણીઓની જેમ વર્તન કરતા હતા. તે સંરક્ષણના અડધો ડઝન વાઘની સંભાળ રાખવાની જવાબદારી સંભાળતો હતો. પ્રવાસીઓની સામે વાઘ ઘણીવાર રાયન સાથે રમતા જોવા મળતો હતો. તેણે દર્શાવ્યું કે જંગલી પ્રાણીઓને કેવી રીતે તાલીમ આપી શકાય છે.

આ પણ વાંચો: પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો

રાયનના મૃત્યુ પછી આ અભયારણ્ય બંધ થઈ ગયું

આ અભયારણ્યએ ટાઈગર કિંગ રાયન ઈસ્લીના મૃત્યુ પર એક નિવેદન બહાર પાડીને કહ્યું, “આ ઘટનાએ અમને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. રાયન તેના કામના જોખમોથી વાકેફ હતો. તેણે બેદરકારીને કારણે નહીં પરંતુ પ્રેમને કારણે પોતાનો જીવ ગુમાવ્યો.” આ ઘટના બાદ હાલ પૂરતું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે.

રાયન ઈસ્લીના મૃત્યુનું બીજું પાસું

રાયનના મૃત્યુનું બીજું પાસું પણ પ્રકાશમાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાયન ઘણીવાર વાઘને ત્રાસ આપતો હતો, જેના કારણે વાઘ ગુસ્સે થઈને તેના પર હુમલો કરતો હતો. PETA અનુસાર, રાયન ઘણીવાર વાઘને તાલીમ આપતી વખતે અત્યાચાર ગુજારતો હતો. રાયન અગાઉ જો એક્ઝોટિક સાથે કામ કરતો હતો. આ સમય દરમિયાન તે વાઘને તાલીમ આપવા માટે ત્રાસ આપતો હતો. તે આ વાઘને વિવિધ સ્થળોએ લઈ જતો અને સર્કસમાં પ્રદર્શન કરતો.

PETA એમ પણ કહે છે કે 2017 માં એક વાઘને 31 વાર માર મારવાનો મામલો સામે આવ્યો હતો. તે ઘણીવાર વાઘને કલાકો સુધી પાંજરામાં બંધ રાખતો હતો. PETAનું કહેવું છે કે જંગલી પ્રાણીઓની નજીક રહેવું માણસો માટે ક્યારેય સલામત નથી. પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે ના કરવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ