આજકાલ શેરીઓમાં રખડતા કૂતરાઓનો જ આતંક જ નથી, પરંતુ રખડતા બળદ અને ગાયો પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ગત કેટલાક સમયથી દેશના વિવિધ ભાગોમાંથી રખડતા બળદ અને ગાયના હુમલાના ભયાનક વીડિયો સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ ગાય અને બળદના હુમલામાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આવો જ એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મારકણી ગાયે અચાનક મહિલા પર હુમલો કર્યો, પરંતુ દેવદૂત બનીને આવેલા એક કાકાએ મહિલાનો જીવ બચાવ્યો.
યુવકે મહિલાનો જીવ બચાવ્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રસ્તા પર આરામથી ચાલી રહી હતી ત્યારે એક મારકણી ગાયે મહિલા પર હુમલો કર્યો. આ હુમલો એટલો જોરદાર હતો કે ગાયના એક જ ફટકાથી મહિલા જમીન પર પડી ગઈ. તે પછી ગાયે પણ તેના શિંગડા વડે પડી ગયેલી મહિલાને 1-2 વાર હુમલો કર્યો, પરંતુ પછી એક કાકા ત્યાં આવી ગયા અને ગાયને કાબૂમાં લીધી. કાકા ગાયના બંને શિંગડા મજબૂત રીતે પકડી રાખ્યા, જેના પછી ગાય હલી શકી નહીં અને યુવકે મહિલાનો જીવ બચાવ્યો. જોકે બાદમાં તે કાકા પણ ગાયથી દૂર ભાગી ગયા.
લોકો જીવ બચાવનાર યુવકની પ્રશંસા કરી રહ્યા છે
વાયરલ વીડિયો 19 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર ankahi__feelings_ નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 4.2 મિલિયન (40 લાખથી વધુ) લોકોએ જોયો છે. વાયરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં, લોકો મહિલાનો જીવ બચાવનાર યુવાનની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું છે કે – આ એક વાસ્તવિક માણસ છે ભાઈસાબ, આભાર. બીજા યુઝરે લખ્યું છે કે – કાકાને ખરેખર સલામ. બીજા યુઝરે કહ્યું છે કે આ જ સાચો હીરો છે.