દિવાળી પર રાહુલ ગાંધીએ પોતે બનાવી મીઠાઈ, દુકાનદારે કોંગ્રેસ નેતાને લગ્ન કરવા અપીલ કરી

Rahul gandhi Diwali Video: દિવાળીના અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જૂની દિલ્હીની પ્રખ્યાત ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં ઈમરતી અને બેસનના લાડુ બનાવતા એક વીડિયો શેર કર્યો.

Written by Rakesh Parmar
October 20, 2025 17:40 IST
દિવાળી પર રાહુલ ગાંધીએ પોતે બનાવી મીઠાઈ, દુકાનદારે કોંગ્રેસ નેતાને લગ્ન કરવા અપીલ કરી
કોંગ્રેસ પાર્ટીએ ઈમરતી અને બેસનના લાડુ બનાવતા રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો છે. (તસવીર: INCIndia/X)

દિવાળીના અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જૂની દિલ્હીની પ્રખ્યાત ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં ઈમરતી અને બેસનના લાડુ બનાવતા એક વીડિયો શેર કર્યો. તેમણે લોકોને દિવાળીની શુભકામનાઓ આપી અને પૂછ્યું કે તેઓ આ તહેવારને કેવી રીતે ખાસ બનાવી રહ્યા છે.

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ “X” પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “જૂની દિલ્હીની પ્રખ્યાત અને ઐતિહાસિક ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં ઈમરતી અને બેસનના લાડુ બનાવવાનો પ્રયાસ કર્યો. સદીઓ જૂની, પ્રતિષ્ઠિત આ દુકાનની મીઠાશ એ જ રહે છે… શુદ્ધ, પરંપરાગત અને હૃદયસ્પર્શી. દિવાળીની સાચી મીઠાશ ફક્ત થાળીમાં જ નહીં પણ સંબંધો અને સમાજમાં પણ રહેલી છે. અમને કહો તમે તમારી દિવાળી કેવી રીતે ઉજવી રહ્યા છો અને તમે તેને કેવી રીતે ખાસ બનાવી રહ્યા છો?”

રાહુલ ગાંધીએ એક્સ પર બીજી પોસ્ટમાં દેશવાસીઓને દિવાળીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “ભારત ખુશીના પ્રકાશથી ચમકે, દરેક ઘરમાં આનંદ, સમૃદ્ધિ અને પ્રેમનો પ્રકાશ ફેલાય.”

મીઠાઈ વેચનાર રાહુલને લગ્ન કરવા અપીલ કરી

રાહુલ સાથેની વાતચીત દરમિયાન ઘંટેવાલાની મીઠાઈની દુકાનના માલિકે તેમને કહ્યું કે તેમણે જવાહરલાલ નેહરુથી લઈને પ્રિયંકા ગાંધી સુધી બધાને અહીંથી મીઠાઈ પીરસી છે. દુકાનના માલિકે રાહુલને કહ્યું કે તેઓ તેમના લગ્ન માટે મીઠાઈ આપવાની રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને ગાંધી ફક્ત હસ્યા. ત્યારબાદ કોંગ્રેસ નેતા “ઇમરતી” અને “ચણાના લોટના લાડુ” બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળે છે કે આ મીઠાઈઓ પરંપરાગત રીતે બનાવવામાં આવે છે અને તેમાં ઘણી મહેનત અને કૌશલ્યની જરૂર પડે છે. આ પણ વાંચો: ઉદ્યોગપતિએ દિવાળી પર પોતાના કર્મચારીઓને 51 નવી કાર મફતમાં આપી દીધી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ