Viral Video: આજના ટેક્નોલોજીના યુગમાં ઘણા લોકોને ફોનની લત લાગી ગઈ છે. તેઓ સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવાના સમય સુધી ફોનની સ્ક્રિનમાં જોતા રહે છે. ઘણા લોકો તો એવું પણ વિચારે છે કે તેમનું જીવન મોબાઈલ પર નિર્ભર છે. જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ખરાબ પરિસ્થિતિ સર્જાય છે અને કેટલાક લોકો જીવ પણ ગુમાવે છે.
કામ માટે ફોનનો ઉપયોગ કરવો અલગ છે અને ફોનમાં વ્યસન થવું અલગ બાબત છે. જે લોકો તેમના ફોનના વ્યસની છે તેઓને ખબર પણ નથી હોતી કે તેમની આસપાસ શું થઈ રહ્યું છે. તેઓ પોતાની જ દુનિયામાં મગ્ન રહે છે. તેઓને દુનિયાની પરવા નથી હોતી. પરંતુ આ બધામાં એ જોવાનું પણ એટલું જ જરૂરી છે કે આપણી સાથે બીજા લોકોને પણ તકલીફ ન પડે. ઘણા લોકો પહેલા પણ ઘણી વખત તેમના ફોનમાં જોવાના કારણે ભયંકર અકસ્માતોનો સામનો કરી ચૂક્યા છે. તાજેતરમાં જ એક મહિલા અને તેના 9 મહિનાના બાળક સાથે આવું જ કંઈક થયું હતું. જ્યારે તમે આ ઘટનાનો વીડિયો જોશો તો તમે પણ ચોંકી જશો.
માતા અને બાળક સાથે અકસ્માત
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને ઘણા લોકો દંગ રહી ગયા છે. આ વીડિયોમાં એક મહિલા તેના 9 મહિનાના બાળક સાથે રસ્તા પર ચાલી રહી છે. પરંતુ ચાલતી વખતે તેનું ધ્યાન રસ્તા પર નહીં પણ ફોનમાં હોય છે. જ્યારે તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેણીને રસ્તા પરના એક ગટરના ખાડા પર ધ્યાન ન ગયું અને તે બાળક સાથે તેમાં પડી ગઈ. ખાડામાં પડવાને કારણે બાળકને માથામાં વાગ્યું હતું.
જોકે આ ઘટના દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ અકસ્માત જોયો અને તેની મદદ કરવા દોડી આવ્યા હતા. એક વ્યક્તિ પણ ખાડામાં ઉતર્યો અને માતા અને બાળકને બહાર કાઢ્યા હતા.
આ મહિલા અને બાળકનો વીડિયો એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર @explorewithdeepti એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. દરમિયાન આ ઘટના ખરેખર ક્યાં બની હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
યુઝર્સની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ કરી કે,”રસ્તા પર ચાલતી વખતે ક્યારેય ફોનનો ઉપયોગ ન કરો.” જ્યારે બીજાએ કોમેન્ટ કરી કે, “મોબાઇલ ફોનથી થોડીવાર દૂર જોયુ હોત, તેણે જોયું હોત કે નીચે શું હતું.” તેવી ટિપ્પણી કરી હતી.” આ પણ વાંચો: અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્સો બસ સેવાનો પ્રારંભ





