Waqf Law Supreme Court: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ, વક્ફ કાયદા પર કાલે ફરી સુનાવણી થશે

વક્ફ કાયદાને લઈ સુપ્રીમ કોર્ટમાં કાલે પણ સુનવણી થશે. આજે કોર્ટ રૂમમમાં એટલી વધુ ભીડ હતી કે વકીલોને પણ અંદર જવાની તક મળી નહીં. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે 10 અરજીઓ પર સુનાવણી કરી છે.

વક્ફ કાયદાને લઈ સુપ્રીમ કોર્ટમાં કાલે પણ સુનવણી થશે. આજે કોર્ટ રૂમમમાં એટલી વધુ ભીડ હતી કે વકીલોને પણ અંદર જવાની તક મળી નહીં. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે 10 અરજીઓ પર સુનાવણી કરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Waqf Law Supreme Court Hearing Latest Updates

વક્ફ કાયદાને લઈ સુપ્રીમ કોર્ટનું લેટેસ્ટ અપડેટ

Waqf Law Supreme Court Hearing LIVE Latest Updates: વક્ફ કાયદાને લઈ સુપ્રીમ કોર્ટમાં કાલે પણ સુનવણી થશે. આજે કોર્ટ રૂમમમાં એટલી વધુ ભીડ હતી કે વકીલોને પણ અંદર જવાની તક મળી નહીં. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે 10 અરજીઓ પર સુનાવણી કરી છે. અરજીઓનો કૂલ આંકડો તો 70થી વધુ છે પરંતુ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 10 અરજીઓ પસંદ કરી છે.

Advertisment

આ મામલાઓની સુનાવણી CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને સસ્ટિસ કે વી વિશ્વનાથનની ત્રણ સદસ્યોની બેંચ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે 10 અરજીઓ પર સુનાવણી કરવામાં આવી, તેમાં AIMIM પ્રમુખ ઓવૈસીની અરજી સાથે, અમાનતુલ્લાહ ખાન, એસોસિએશન ફોર ધ પ્રોટક્શન ઓફ સિવિલ રાઇટ્સ, અરશદ મદની, સમસ્ત કેરળ જમીયતુલ ઉલેમા, અંજુમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શફી, મોહમ્મદ ફજલુર્રહીમ અને રાજદ સાંસદ મનોજ ઝા દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી સામેલ છે.

વક્ફ કાયદાને લઈ શું આપત્તિ છે?

વિરોધનો સૌથી મોટો આધાર એ છે કે મુસ્લીમ સંગઠનોને લાગે છે કે આ નવા કાયદાના કારણે સરકારી હસ્તક્ષેપ વધી જશે. મુસ્લીમ સમાજમાં કેટલાક લોકોનું માનવું છે કે, હવે સરકાર નક્કી કરશે કે આખરે કઈ પ્રોપર્ટી વક્ફની છે અને કઈ નથી. આ ઉપરાંત સરકાર દ્વારા લાવવામામં આવેલા કાયદાનું સેક્શન 40 કહે છે કે વક્ફ બોર્ડ એ વાતનો ફેંસલો લેશે કે કઈ જમીનને વક્ફની માનવામાં આવે કે નહીં. હવે અહીં વિવાદ એ વાતને લઈ છે કે હવે આ વાતનો ફેંસલો લેવાની તાકાત કોઈ વક્ફ ટ્રિબ્યૂનલ પાસે ન હોઈને ડિસ્ટ્રીક્ટ કલેક્ટર પાસે રહેશે.

વક્ફની જમીનોને લઈ જે જૂનો કાયદો હતો તે કહે છે કે જો કોઈ જમીન લાંબા સમયથી વક્ફ દ્વારા જ ઉપીયોગ કરવામાં આવી રહી છે તો તેને વક્ફની માનવામાં આવી શકે છે. ત્યારે જોઈ કોઈ જરૂરી દસ્તાવેજો ન હોય તો પણ તે જમીનને વક્ફની જ માની લેવામાં આવશે પરંતુ હવે જયારે આ કાયદો આવી ગયો છે, તેમાંથી આ શબ્દને જ કાઢી નાંખવામાં આવ્યો છે. આથી એવું થશે કે જો કોઈ પ્રોપર્ટી નક્ફની નથી તો તેને શંકાસ્પદ માનવામાં આવશે, એવું તર્ક આપવામાં આવી શક્શે નહીં કે આ પ્રોપર્ટી પર વક્ફ કામ કરી રહ્યું હતું, તો તેના પર અધિકાર પણ વક્ફનું જ રહેશે.

Advertisment

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં શું થયું?

મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પક્ષકારોને બે બિંદુઓ પર વિચાર કરવાનું કહ્યું, જેમાં તે પણ સામેલ છે કે શું મામલો હાઈકોર્ટમાં મોકલમાં આવે.

સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે વક્ફ સંશોધન અધિનિયમનો હવાલો આપતા કહ્યું કે, તેઓ તે પ્રાવધાનને પડકાર આપે છે જેમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર મુસલમાન જ વક્ફ બનાવી શકે છે. કપિલ સિબ્બલે સવાલ કર્યો કે સરકાર કેવી રીતે કહી શકે કે માત્ર તે લોકો જ વક્ફ બનાવી શકે છે જે છેલ્લા પાંચ વર્ષથી ઈસ્લામનું પાલન કરી રહ્યા છે? તેમણે એવો પણ સવાલ કર્યો કે રાજ્ય કેવી રીતે નક્કી કરી શકે કે હું મુસલમાન છું કે નહીં અને માટે વક્ફ બનાવવા માટે હકદાર છું કે નહીં?

આ પણ વાંચો: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 10 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે

સીનિયર એડવોકેટ અભિષેક સિંઘવીએ કહ્યું કે, વક્ફ અધિનિયમનો આખા ભારતમાં પ્રવાવ હશે, અરજીઓ હાઈકોર્ટમાં ન મોકલવી જોઈએ.

CJI સંજીવ ખન્નાએ કહ્યું કે એક ઉચ્ચ ન્યાયાલયને અરજીઓની પતાવટ માટે કહેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે કાયદા વિરૂદ્ધ અરજીઓ પર સુનાવણી કરે અને ફેંસલો આપવમાં સુપ્રીમ કોર્ટ પર કોઈ રોક છે.

એક વાદી અને સીનિયર એડવોકેટ હુજેફા અહમદીએ કહ્યું કે, 'વક્ફ બાય યુઝર' ઈસ્લામની સ્થાપિત પ્રથા છે, તેને છીનવી શકાય નહીં.

મામલામાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિનું ગઠણ કરવામાં આવ્યું અને વિસ્તૃત કામ કરવામાં આવ્યું. જેપીસીએ 38 બેઠકો કરી, 98.2 લાખ મેમોરેન્ડાની તપાસ કરી, પછી સંસદના બે સદનોમાં તેને પાસ કરવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના દરેક અપડેટ અહીં જાણો

4.15 વાગ્યે: ​​સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પૂર્ણ થઈ. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે.

4.00 વાગ્યે: ​​સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી પાસે કેસની સુનાવણી ચાલુ રાખવાનો વિકલ્પ છે. બીજો વિકલ્પ એ છે કે આપણે કેસને સામાન્ય હાઈકોર્ટમાં મોકલીએ. આપણે હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય પણ લઈ શકીએ છીએ. પ્રશ્ન એ છે કે જો બંધારણીય માન્યતાની વાત આવે તો હાઈકોર્ટ તેના પર નિર્ણય લઈ શકે નહીં.

3.50 વાગ્યે: ​​સુનાવણી દરમિયાન સીજેઆઈએ તુષાર મહેતાને પૂછ્યું કે તમે કેવી રીતે નક્કી કરશો કે વકફ બાય યુઝર કોણ છે. તેમની પાસે કયા દસ્તાવેજો હોવા જોઈએ? અમારું માનવું છે કે કોઈ દુરુપયોગ થઈ શકે છે. પરંતુ કેટલાક સાચા પણ છે. મેં અગાઉના નિર્ણયો જોયા છે. યુઝર્સ દ્વારા વક્ફ માન્ય કરવામાં આવ્યો છે જો તમે તેને સંપૂર્ણપણે દૂર કરો છો તો તે એક સમસ્યા છે.

2.40 વાગ્યે: ​​ન્યાયાધીશ વિશ્વનાથને સિબ્બલનો વિરોધ કરતા કહ્યું કે કલમ 26 વહીવટી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે ભેળસેળ ન કરવી જોઈએ.

2.37 PM: કપિલ સિબ્બલે એ વાતનો વાંધો ઉઠાવ્યો કે હવે હિન્દુઓને પણ વક્ફ બોર્ડમાં સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી ફક્ત મુસ્લિમો જ તેનો ભાગ હતા.

2.33 PM: કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો કે કાયદામાં કલેક્ટરને કઈ જમીન વકફ છે અને કઈ નથી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વિવાદ હશે તો સરકારનો આ માણસ નિર્ણય લેશે, એટલે કે તે પોતે જ પોતાના કેસમાં ન્યાયાધીશની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

2.26 PM: CJI એ ભાર મૂક્યો કે ભારતમાં આવું થાય છે. અહીં ગૃહે મુસ્લિમો માટે કાયદો બનાવ્યો છે. કદાચ કદાચ હિન્દુઓ માટે જેવું છે તેવું નહીં. કલમ 26 સાર્વત્રિક છે અને તે સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે અને બધાને લાગુ પડે છે.

2.23 PM: કપિલ સિબ્બલે ભાર મૂક્યો કે આપણા ધર્મમાં વારસાના કાયદા શું હશે તે જણાવનાર રાજ્ય કોણ છે?

2.21 PM: CJI સંજીવ ખન્નાએ કહ્યું છે કે આજે ફક્ત થોડી જ અરજીઓ પર સુનાવણી થશે અને બધી અરજીઓ એકસાથે સાંભળી શકાતી નથી.

2.20 PM: કપિલ સિબ્બલે ચર્ચા શરૂ કરી છે. સીજેઆઈએ તેમને અટકાવ્યા અને ફક્ત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જ વાત કરવા કહ્યું.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ