જેમ ભારત-પાકિસ્તાન વચ્ચે ડિલ કરાવી, તેવી જ રીતે ઈરાન-ઇઝરાયલ વચ્ચે પણ શાંતિ સ્થાપિત થશે: ટ્રમ્પ

Iran-Israel War Latest News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ વિસ્ફોટક બનતું જાય છે. બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે, બોમ્બમારા કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે.

Written by Rakesh Parmar
Updated : June 16, 2025 16:55 IST
જેમ ભારત-પાકિસ્તાન વચ્ચે ડિલ કરાવી, તેવી જ રીતે ઈરાન-ઇઝરાયલ વચ્ચે પણ શાંતિ સ્થાપિત થશે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. (Photo: Social Media)

Iran-Israel War Latest News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુ વિસ્ફોટક બનતું જાય છે. બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે, બોમ્બમારા કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે, તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત વિગતવાર સમજાવી છે, તેમણે ભારત-પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો છે.

ટ્રમ્પની લાંબી પોસ્ટ, ભારત-પાકિસ્તાનનો ઉલ્લેખ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ લખે છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે એક સોદો થવો જોઈએ, તે સોદો થશે, જે રીતે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિલ કરાવી હતી. તે કિસ્સામાં અમેરિકા સાથે વેપારનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓ ખૂબ જ સમજદાર હતા, તેમણે ઝડપથી નિર્ણય લીધો અને બધું બંધ થઈ ગયું. મારા પહેલા કાર્યકાળ દરમિયાન, સાર્બિયા અને કોસોવો વચ્ચે પણ ખૂબ ગરમી હતી, આ ઘણા દાયકાઓથી ચાલી રહ્યું હતું, તે તણાવ યુદ્ધમાં ફેરવાવાનો હતો પરંતુ મેં તેને અટકાવ્યો.

આ પણ વાંચો: વહીવટીતંત્રની બેદરકારી કે પ્રવાસીઓની ભૂલ… પુણેમાં આટલો મોટો પુલ અકસ્માત કેવી રીતે થયો?

ટ્રમ્પ આગળ લખે છે કે ઇજિપ્ત અને ઇથોપિયાનું ઉદાહરણ પણ છે, બંને વચ્ચે એક બંધને લઈને લડાઈ છે અને તેની સીધી અસર અદ્ભુત નાઇલ નદી પર પડી રહી છે. હાલ તો ત્યાં પણ શાંતિ છે અને મારા હસ્તક્ષેપને કારણે રહેશે. તેવી જ રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે. ઘણી બેઠકો થઈ રહી છે. હું ઘણું કરું છું, પણ મને શ્રેય મળતો નથી. પણ લોકો સમજે છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી.

ભારતે ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યા છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચોક્કસપણે દાવો કરી રહ્યા છે કે તેમણે વેપાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કર્યો. પરંતુ ભારત સરકારે ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે એવું કંઈ નહોતું અને ડીજીએમઓ સ્તરે થયેલી વાટાઘાટો પછી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામની પહેલ પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ