'તેનું ફિગર મસ્ત છે, મારી દીકરી ના હોત તો…' જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જ દીકરી વિશે કહી આવી વાત

Donald Trump Interview Viral Ivanka Trump: તે હંમેશા પોતાની દીકરી ઇવાંકાના વખાણ કરતા જોવા મળે છે, એક વખત તેમણે કહ્યું હતું કે તે 6 ફુટ લાંબી છે, તેનું શરીર સારૂ છે અને તેણે મોડેલિંગમા ઘણા રૂપિયા કમાયા છે. જો તે મારી દીકરી ન હોત તો હું તેને ડેટ કરતો હોત.

Donald Trump Interview Viral Ivanka Trump: તે હંમેશા પોતાની દીકરી ઇવાંકાના વખાણ કરતા જોવા મળે છે, એક વખત તેમણે કહ્યું હતું કે તે 6 ફુટ લાંબી છે, તેનું શરીર સારૂ છે અને તેણે મોડેલિંગમા ઘણા રૂપિયા કમાયા છે. જો તે મારી દીકરી ન હોત તો હું તેને ડેટ કરતો હોત.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Donald Trump, Ivanka Trump, Donald Trump on Ivanka Trump,

ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત પોતાની દીકરીના વખાણ કરતા જોવા મળે છે. (તસવીર: Ivanka Trump/X)

હાલમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ દરેક જગ્યાએ છવાયેલા છે, સોશિલય મીડિયામાં તેમની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર, કરિયર, એજ્યુકેશન અને હોબીને લઈ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન તેની પણ ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ પોતાની લાગણીઓને ખુલીને કહેવામાં વિશ્વાસ રાખે છે.

Advertisment

ઘણી વખત તેઓ પોતાની મસ્તીમાં અને ખુલીને બોલવાના કારણે ખબરોમાં આવી જાય છે. તેમની મજાકભર્યા સ્વરમાં બોલવાનો અંદાજ હેડલાઈન્સ બનાવે છે. એક વખત તેમણે પોતાની દીકરી ઇવાંકા ટ્રમ્પના વખાણમાં કંઈક એવું કહ્યું હતું કે તે ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યું હતું. ચૂંટણી જીત્યા બાદ આ ઈન્ટરવ્યૂને લોકો ફરીથી રિકોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સિક્કિમની યુવતીને મોત ખેંચીને ગુજરાત લાવ્યું, નોકરીનો પ્રથમ દિવસ બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

ખરેખરમાં ડેલી સ્ટારની એક રિપોર્ટ અનુસાર, 1997માં જ્યારે ટ્રમ્પની દીકરી ઇવાંકા 16 વર્ષની હતી અને મિસ ટીન યૂએસએ કોમ્પિટિશનને હોસ્ટ કરી રહી હતી, તે સમયે એક ઈવેન્ટના સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની દીકરીના વખાણમાં ત્યાં હાજર મિસ યૂનિવર્સને પૂછ્યું હતું કે, તમને નથી લાગતું કે દીકરી હોટ છે? તે હોટ છે ને… આ સિવાય ગત વર્ષે ઇવાંકા પોતાના પિતાની ચૂંટણીમાં એડવાઈઝર હતી અને પ્રચારના સમયે તેમની સાથે હતી. તે સમયે તેણે પોતાના પિતા માટે કહ્યું હતું કે તેઓ અમારા લોકો માટે દિવસ-રાત લડે છે.

Advertisment

દીકરીના વખાણમાં કહ્યા હતા આ શબ્દો

રિપોર્ટ અનુસાર, હોવર્ડ સ્ટર્ન શો માં ઈન્ટરવ્યૂના સમયે ડોનાલ્ડે પોતાની દીકરીના વખાણમાં Voluptuou શબ્દ કહ્યો હતો. જેનો મતલબ છે આકર્ષક, કામુક વગેરે કહેવાય છે. તેમણે પોતાની દીકરીની શાનદાર વ્યક્તિ ગણાવી હતી. તેમણે એકવાર એવું પણ કહ્યું હતું કે તેમની દીકરી દુનિયાની તમામ સુંદરીઓમાંની એક છે.

તેઓ ઘણી વખત પોતાની દીકરીના વખાણ કરતા જોવા મળે છે. તેમણે એક વખત કહ્યું હતું કે તે 6 ફુટ લાંબી છે, તેનું શરીર ખુબ જ સારૂ છે અને તેણે મોડેલિંગમાં ઘણા પૈસાની કમાણી કરી છે. ડેલી સ્ટારની એક રિપોર્ટ અનુસાર, 2006માં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેનું ફિગર સારૂ છે, જો તે મારી દીકરી ન હોતી તો હું કદાચ તેને ડેટ કરતો. જોકે અહીં ટ્રમ્પ પોતાની દીકરીના વખાણ કરતા ગતા અને તેમણે આ મજારભર્યા સ્વરમાં કહ્યું હતું. અને આ જ મજાકભર્યા અંદાજના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. ટ્રમ્પ મોટા ભાગે ખુલીને વાત કરે છે. તે ઘણીવાર પોતાની દીકરીના વખાણ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities