‘જ્યારે અમે માંગ કરી તો ગુજરાતમાં મારૂં પુતળું સળગાવાયું’ સપા ચીફે ઉઠાવ્યો આહીર રેજિમેન્ટનો મુદ્દો

અખિલેશ યાદવે કહ્યું, "હું લાંબા સમયથી આહિર રેજિમેન્ટની માંગ કરી રહ્યો છું." ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના આહિર ભાઈઓને સંબોધતા સપાના વડાએ કહ્યું કે જ્યારે અમે આહિર રેજિમેન્ટની માંગ કરીએ છીએ, ત્યારે ગુજરાતમાં અમારા પુતળા સળગાવવામાં આવે છે.

Written by Rakesh Parmar
Updated : November 26, 2025 17:58 IST
‘જ્યારે અમે માંગ કરી તો ગુજરાતમાં મારૂં પુતળું સળગાવાયું’ સપા ચીફે ઉઠાવ્યો આહીર રેજિમેન્ટનો મુદ્દો
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ.

SP Chief Akhilesh Yadav: સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આહિર રેજિમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સપાના વડાએ બુધવારે લખનૌમાં કહ્યું હતું કે તેઓ માને છે કે જે જે નામોની રેજિમેન્ટની માંગ થઈ રહી છે તેમામ નામોની રેજિમેન્ટ બનાવવી જોઈએ.

અખિલેશ યાદવે કહ્યું, “હું લાંબા સમયથી આહિર રેજિમેન્ટની માંગ કરી રહ્યો છું.” ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના આહિર ભાઈઓને સંબોધતા સપાના વડાએ કહ્યું કે જ્યારે અમે આહિર રેજિમેન્ટની માંગ કરીએ છીએ, ત્યારે ગુજરાતમાં અમારા પુતળા સળગાવવામાં આવે છે.

સપાના વડાએ કહ્યું, “અમને ખુશી છે કે અમારા સાથી પક્ષો આહિર રેજિમેન્ટની માંગ કરી રહ્યા છે.” અખિલેશ યાદવે કહ્યું, “સપા પહેલી અને એકમાત્ર પાર્ટી છે જેણે તેના મેનિફેસ્ટોમાં આહિર રેજિમેન્ટનો સમાવેશ કર્યો છે.” તેમણે ઉમેર્યું, “અમારું માનવું છે કે માંગવામાં આવી રહેલા નામો હેઠળની બધી રેજિમેન્ટ બનાવવી જોઈએ.”

આ પણ વાંચો: શું મતદાર યાદીમાંથી તમારું નામ નીકળી જશે? શું ઓનલાઈન SIR બધા માટે છે? જાણો કેટલાક મહત્વપૂર્ણ સવાલોના જવા

અખિલેશ યાદવે કહ્યું કે આ બધી રેજિમેન્ટ બનાવવી જોઈએ કારણ કે આપણા યુવાનો, મોટી સંખ્યામાં, યુનિફોર્મમાં દેશની સેવા કરવા માંગે છે. તેઓ ભારત માતાનું રક્ષણ કરવા માંગે છે.” સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું કે આ જ કારણ છે કે વધુ સેના ભરતી થવી જોઈએ અને વધુ રેજિમેન્ટ બનાવવી જોઈએ.

છેલ્લા કેટલાક દાયકાઓથી સંરક્ષણ પ્રધાનો સતત કહેતા આવ્યા છે કે જાતિ અને વર્ગના આધારે કોઈ નવી રેજિમેન્ટ બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેઓ કહે છે કે સરકારનું ધ્યાન સેનાને રાષ્ટ્રીય પાત્ર આપવા પર છે અને રેજિમેન્ટને પ્રાદેશિક અથવા ધાર્મિક ઓળખ સુધી મર્યાદિત ના રાખવા પર છે. જાન્યુઆરી 2023 માં લોકસભામાં સાંસદ ગિરધારી યાદવના પ્રશ્નનો જવાબ આપતા સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે ભારતીય સેનામાં વિવિધ જાતિ આધારિત રેજિમેન્ટ અસ્તિત્વમાં હોવાનો ઇનકાર કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ